Khalistani આતંકી ધમકી કેસમાં વધુ એક ઘટસ્ફોટ, વોઇસ કલીપ ષડયંત્રમાં પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું
અમદાવાદમાં ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં વધુ એક થયો ઘટસ્ફોટ થયો છે. જેમાં ધમકી ભર્યા મેસેજની વોઇસ કલીપ મોકલનાર નામ આવ્યું સામે.આ કેસમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન ખુલાસો થયો છે . સિમ બોક્સમાંથી મળી આવેલા સિમ કાર્ડમાં કનેક્શન સામે આવ્યા છે. તેમજ સીમ બોક્સમાંથી મળી આવેલા સીમ કાર્ડની સાયબર ક્રાઇમે ફોરેન્સિક સાયન્સની મદદથી તપાસ શરૂ કરી છે .
અમદાવાદમાં ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં વધુ એક થયો ઘટસ્ફોટ થયો છે. જેમાં ધમકી ભર્યા મેસેજની વોઇસ કલીપ મોકલનાર નામ આવ્યું સામે.આ કેસમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શન ખુલાસો થયો છે . સિમ બોક્સમાંથી મળી આવેલા સિમ કાર્ડમાં કનેક્શન સામે આવ્યા છે. તેમજ સીમ બોક્સમાંથી મળી આવેલા સીમ કાર્ડની સાયબર ક્રાઇમે ફોરેન્સિક સાયન્સની મદદથી તપાસ શરૂ કરી છે . જેમાં મોટેરા સ્ટેડિયમમાં ખાલીસ્તાન આતંકીની ધમકી મામલે સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી પકડેલા 2 આરોપી રાહુલ દ્રીવેદી અને નરેન્દ્ર કુશવાહની પૂછપરછ માં નવા ખુલાસા થયા છે. જેમાં વોઇસ ધમકી દ્વારા દહેશત ફેલાવવાના ષડયંત્રમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું કનેક્શન ખુલ્યુ છે.. સાયબર ક્રાઇમ ની ટીમે તપાસ કરતા પકડેલા આરોપી રાહુલ વધુ 2 સિમ બોક્સ મધ્યપ્રદેશના સતના જિલ્લા માં મકાન ભાડે રાખીને ઓપરેટ કરી રહ્યો હતો.જે વધુ 2 સિમ બોક્સ સાયબર ક્રાઇમે પકડયું છે.. અને તેમાંથી 60 જેટલા સિમકાર્ડ મળી આવ્યા છે.. જેનું કનેક્શન બાંગ્લાદેશ અને પાકિસ્તાન સુધી પહોંચ્યું છે..
પકડાયેલ આરોપી રાહુલને મોહસીન નામ ના શખ્સએ ખાલીસ્તનના ધમકી ભર્યા મેસેજ વાયરલ કરવા કોન્ટ્રાકટ આપ્યો હતો. જે 5 લાખ રૂપિયામાં કોન્ટ્રાકટ નક્કી થયો હતો.જેના રાહુલને પૈસા કુરિયર અને હવાલા મારફતે મળ્યા છે. જેમાં મળી આવેલા રૂપિયાનું રાહુલે સ્પામાં રોકાણ કર્યું હતું.. અને 3 જેટલા સ્પા સેન્ટલ બનાવ્યા હતા. મહત્વનું છે કે દહેશત ફેલાવવાના ષડયંત્રમાં રાહુલ છેલ્લા 1 વર્ષમાં 80 લાખ રૂપિયા કમાયો હતો.રાહુલ દુબઇમાં મોહસીનના પરિચયમાં આવ્યો હતો.જો કે કોન્ટ્રાકટ આપનાર મોહસીન અન્ડર વલ્ડના કનેક્શન સાથે સંકળાયેલા હોવાની આશંકા સાયબર ક્રાઇમે વ્યક્ત કરી છે.
ખાલીસ્તાન ધમકી કનેક્શન હવે આતંકી ગ્રુપ સાથે જોડાયું હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. મોહસીન મૂળ બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો હોવાનું ખુલ્યું છે.. જેથી આતંકી પ્રવૃત્તિ અને ધમકી માટે સિમ બોક્સનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે.. હાલમાં સાયબર ક્રાઇમે બાંગ્લાદેશ, દુબઈ અને પાકિસ્તાનના કનેક્શનને લઈને તપાસ શરૂ કરી