Gujarat Election: દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા, PM મોદી, CM અરવિંદ કેજરીવાલ, CM ભગવંત માન અને અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તો બીજી તરફ આપના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ સીએમ ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે છે.

Gujarat Election: દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા, PM મોદી, CM અરવિંદ કેજરીવાલ, CM ભગવંત માન અને અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત પ્રવાસે
ગુજરાતમાં દિગ્ગજોના ધામા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 1:10 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે પોતાના પક્ષના પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગજ નેતાઓએ ગુજરાત પ્રવાસ શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વલસાડ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તો બીજી તરફ આપના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ સીએમ ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે છે. તો AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાત પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢાથી ધૂંઆધાર પ્રચાર કરશે. સાથે જ ભાવનગરની મુલાકાત પણ લેવાના છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે..ત્યારે મોદી વલસાડના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંકશે. આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. બપોરે 3 વાગે નાનાપોંઢામાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે. આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેશે. તો પીએમ મોદીની સુરક્ષાની વાત કરીએ તો, સભાસ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 PSI, 13 DySP, 23થી વધુ PI અને 130 PSI સાથે 1 હજાર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ

12:20 વાગ્યે દિલ્લી એરપોર્ટથી પ્રયાણ 01-55 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે 02 -00 વાગ્યે સુરત એરપોર્ટથી નાના પોંઢા જવા હેલિકોપ્ટર દ્વારા પ્રયાણ 02- 40 વાગ્યે નાના પોંઢામાં આગમન 02-45 વાગ્યે નાના પોંઢા હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થળે જવા રવાના 03-00 વાગ્યે નાના પોંઢા સભા સ્થળે આગમન

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

3- 00 વાગ્યાથી 4-00 વાગ્યા દરમિયાન કપરાડામાં જનમેદનીને સંબોધશે 4-10 વાગ્યે નાના પોંઢાથી ભાવનગર જવા રવાના 5-30 વાગ્યે ભાવનગરમાં આગમન 05-45 વાગ્યે જવાહર ગ્રાઉન્ડ ખાતે પાપની પરી સમૂહલગ્નોત્સવમાં આપશે હાજરી 7-10 વાગ્યે જવાહર ગ્રાઉન્ડથી વિદાય લેશે 7-20 વાગ્યે ભાવનગર એરપોર્ટથી વિદાય લેશે

કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે

આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો છે. ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે.  સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી આપનો રોડ શો યોજાશે અને શક્તિ પ્રદર્શન કરવામાં  આવશે. કેજરીવાલનો રોડ શો ત્રણ વિધાનસભા બેઠકની બોર્ડર પર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય,દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે બેઠકોમાં ઉમેદવાર આપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલ રોડ શો કરશે તે આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે.

તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસી 6 તથા 7 નવેમ્બરના રોજ ગુજરાતમાં બે ચૂંટણીસભાઓને સંબોધન કરશે. તે પૈકી અમદાવાદના મિર્ઝાપુર કુરેશ ચોકમાં 6 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ સુરતના મદીના મસ્જિદ ઇદગાહ મેદાન ખાતે સભા યોજવાના છે.

g clip-path="url(#clip0_868_265)">