AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સ્માર્ટ સ્કૂલની વાતો કરતા AMCના દાવા પોકળ, કુબેરનગરની જર્જરીત હિંદી શાળામાં 1100થી વધુ વિદ્યાર્થીઓ પર જોખમ

Ahmedabad: અમદાવાદની સ્માર્ટ સ્કૂલોમાં મહાનગરપાલિકામના દાવાને પોકળ સાબિત કરતા દૃશ્યો સામે આવ્યા છે. કુબેરનગરમાં આવેલી હિંદી શાળા ભયંકર જર્જરીત હાલતમાં છે. અહીં અભ્યાસ કરતા 1100 વિદ્યાર્થીઓ પર જોખમ તોળાઈ રહ્યુ છે. છતા AMC દ્વારા શાળાનું સમારકામ કરવામાં આવતુ નથી.

Jignesh Patel
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:56 PM
Share

Ahmedabad:  અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલોના મહાનગરપાલિકાના દાવાને પોકળ સાબિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે.. વાત કુબેરનગરમાં આવેલી હિન્દી શાળાની છે. જે અત્યંત  જર્જરિત છે. છતા અહીં બાળકોને ભણાવવામાં આવે છે.  આ શાળા બની ત્યારથી પતરાવાળી છે. નિર્માણ પામી ત્યારથી લઈને આજ સુધી તેનુ કોઈ જ સમારકામ કરવામાં આવ્યુ નથી.  જેના કારણે શાળામાં અભ્યાસ કરતા 1100થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં વરસાદ પડે તો બાળકોને ઘરે મોકલી દેવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

શિક્ષણવિભાગને રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ નહીં

જ્યારે ઉનાળામાં વિદ્યાર્થીઓને 45 ડિગ્રી તાપમાનમાં શેકાતા-શેકાતા અભ્યાસ કરવો પડે છે. સ્થાનિક કોર્પોરેટર અનેક વખત શિક્ષણ તંત્રને રજૂઆતો કરી ચૂક્યા છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. કોર્પોરેટર પ્રમાણે, શાળામાં શિક્ષકોની ઘટ છે. એક ક્લાસમાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું.

છાપરા પર વાનરો કૂદાકૂદ કરતા હોય તેવી સ્થિતિ

અમદાવાદ મનપાની મહેરબાનીથી શાળામાં છત તો નથી જ પરંતુ વિદ્યાર્થીઓને ભણવા માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ નથી કે નથી પૂરતા શિક્ષકો. શાળાના છાપરા ઉપર વાનરો કૂદા-કૂદ કરે. આવા ભય હેઠળ અભ્યાસ કેવી રીતે થાય ?

જોકે સ્થાનિક કોર્પોરેટરે આ બાબતે તંત્રનું અનેક વખત ધ્યાન દોર્યું પરંતુ. પણ પરિણામ આ દ્રશ્યોમાં દેખાય જ છે. આ તરફ અધિકારીએ કહી દીધુ કે શાળા એરપોર્ટની નજીક છે એટલે કોઇપણ બાંધકામ માટે એરપોર્ટ ઓથોરિટીની મંજુરી જરૂરી છે. પરંતુ સવાલ એ થાય કે આખે આખી શાળા બની ગઇ પાક્કા બાંધકામવાળી અને માત્ર છત જ નથી બનતી ? એ પણ આટલા સમય પછી ?

હાલતો જર્જરીત શાળા બાબતે કોર્પોરેશનના અધિકારીઓ ઍરપોર્ટ ઓથોરિટીને ખો  આપી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે શાળામાં શિક્ષકોની ઘટ છે તેના માટે કોણ જવાબદાર છે ?

આ પણ વાંચો: Ahmedabad : બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો પડ્યા ઘૂંટણીએ, જુઓ Video

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">