Ahmedabad : સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઇ કંપનીના ડિરેકટર થયા હની ટ્રેપનો શિકાર
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઈ એક કંપનીના ડાયરેકટર હનીટ્રેપનો શિકાર બન્યા છે.જેમાં એક મિનિટની અશ્લીલ વિડીયો કલીપ બનાવી વૃદ્ધ ડાયરેકટર પાસેથી પોણા ત્રણ કરોડ ખંખેરી નાખ્યા છે.સાયબર બ્રાંચની ટીમે હનીટ્રેપના મુખ્ય આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે.
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઈ એક કંપનીના ડાયરેકટર હની ટ્રેપનો શિકાર બન્યા છે.જેમાં એક મિનિટની અશ્લીલ વિડીયો કલીપ બનાવી વૃદ્ધ ડાયરેકટર પાસેથી પોણા ત્રણ કરોડ ખંખેરી નાખ્યા છે.સાયબર બ્રાંચની ટીમે હની ટ્રેપના મુખ્ય આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે. જે સીબીઆઈના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવ્યા છે. સાયબર ક્રાઇમ બ્રાંચે તાલીમ તાહિરખાનને રાજસ્થાનના ભરતપુર જિલ્લાથી ધરપકડ કરી છે. આ આરોપી તાલીમ ખાનએ વૃદ્ધ ડાયરેકટરને સીબીઆઈના અધિકારી ઓળખ આપીને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા પડાવ્યા છે.
વીડિયો કોલમાં યુવતીએ અશ્લીલ વિડીયો બતાવીને વૃદ્ધ ડાયરેકટરના કપડા કઢાવ્યા હતા
આ ઘટનાની વિગતવાર વાત કર્યે તો જાણીતી કંપનીના ડાયરેક્ટર 68 વર્ષીય વૃદ્ધને થોડાક દિવસો પહેલા અજાણી યુવતીએ મેસેજ કર્યો હતો અને જે બાદ યુવતીએ વૃદ્ધ ડાયરેકટર સાથે મિત્રતા કરી હતી.થોડાક દિવસ બાદ વીડિયો કોલમાં યુવતીએ અશ્લીલ વિડીયો બતાવીને વૃદ્ધ ડાયરેકટરના કપડા કઢાવ્યા હતા.
ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે ટુકડે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા
જે બાદ વીડિયો કોલ કાપી નાખ્યો હતો.ત્યાર બાદ વૃદ્ધ ડાયરેકટર બ્લેકમેલ કરીને ન્યૂડ રેકોર્ડિંગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા.જેમાં શરુઆતમાં 50 હજાર રૂપિયા પડાવ્યા અને બાદમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાથી વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું કહી અલગ અલગ અધિકારીઓ તરીકેની ઓળખ આપી ભોગ બનનાર વૃદ્ધને ડરાવી ધમકાવીને ટુકડે ટુકડે પોણા ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હતા.
દિલ્હીથી પીઆઇ તરીકેની ખોટી ઓળખ આપી
પકડાયેલ આરોપી તાલીમ ખાનએ સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપીને ભોગબનાર વૃદ્ધ પાસેથી 1.17 કરોડ રૂપિયા પડાવ્યા છે..પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે ભોગબનારને 12 જેટલા અજાણ્યા નંબરથી ફોન આવ્યા હતા.જેમાં યુવતીએ આત્મહત્યા પ્રયાસ કર્યો હોવાથી દિલ્હીથી પીઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને વૃદ્ધને કહ્યું હતું કે પોલીસમાં ફરિયાદ ન કરવી હોય અને વિડીયો કલીપ ડીલીટ કરવાના અને યુવતીને હોસ્પિટલ ખર્ચ,ડોકટર ખર્ચ મળી તમામ ખર્ચ નામે 80 લાખ 77 હજાર પડાવ્યા હતા..જે બાદ સીબીઆઈ અધિકારી ખોટી ઓળખ આપી કેસ પતાવવાનું કહી વૃદ્ધ પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા હતા.
નોટિસવાળો લેટર હાથથી લખેલો જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી
ત્યાર બાદ ભોગબનાર વૃદ્ધને ધરપકડ કરવા જયપુરથી 12 પોલીસ આવી રહી હોવાનું કહી ડરાવીને 20 લાખ રૂપિયા પડાવ્યા..જે બાદ ડીઆઈજી તરીકેની ઓળખ આપીને પૈસા મેળવ્યા.આમ કરીને ટુકડે ટુકડે કરીને 2.69 કરોડ પડાવ્યા હતા. જેમાં કરોડો રૂપિયા ચૂકવી દીધા બાદ કેસ બંધ કરવા ઠગ ટોળકીએ દિલ્હી હાઇકોર્ટ લેટરપેડ પર કેસ બંધની નોટિસ વાળો લેટર હાથ થી લખેલો જોઈને વૃદ્ધને શંકા ગઈ હતી જે બાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ ગુનો નોંધી ભેદ ઉકેલી દીધો છે.
આ પણ વાંચો : Ahmedabad: વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને 28 કરોડની છેતરપિંડી, આરોપી પિતા- પુત્રમાંથી પિતાની ધરપકડ
સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમએ તપાસ કરતા રાજસ્થાન ભરતપુર જિલ્લાના ચંદુપુરા ગામના બે થી ત્રણ ઠગ શખ્સો ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા છે.જેમાં મિત્રતા કેળવા યુવતીની ખોટી પ્રોફાઈલ બનાવી હોય છે અને આ ઠગાઈમાં કોઈ યુવતી હોતી નથી..જોકે પકડાયેલ આરોપી તાલીમ ખાનના બે મોબાઇલ મળી આવ્યા હતા જેમાં અનેક નંબરો અને ન્યૂડ વિડ્યો મળી આવ્યા છે..જેને લઈ મોબાઇલ તપાસ કરી રહ્યા છે કે અન્ય કોઈ વેપારીઓ ભોગ બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે..