AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુમ થયેલા આઇફોનના ID-પાસવર્ડ ટ્રીકથી માલિક પાસેથી મેળવી ફોર્મેટ કરી વેચતો આરોપી ઝડપાયો

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક  એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  જે ચોરેલા મોબાઇલ અથવા તો ગુમ થયેલા મોબાઈલના મૂળ માલિક પાસેથી જ તેની આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરતો અને મોબાઈલને ફોર્મેટ કરીને સસ્તા ભાવે વેચાણ કરતો હતો.

Ahmedabad: ગુમ થયેલા આઇફોનના ID-પાસવર્ડ ટ્રીકથી માલિક પાસેથી મેળવી ફોર્મેટ કરી વેચતો આરોપી ઝડપાયો
Ahmedabad Cyber Crime Arrest Fraud Accused
Mihir Soni
| Edited By: | Updated on: Feb 15, 2023 | 10:42 PM
Share

જો તમે આઈફોન વાપરતા હોવ અને તે ગુમ થયો હોય અથવા તો ચોરી થઈ ગયો હોય..જે બાદ તમારા નંબર પર અચાનક મેસેજ આવે કે ‘તમારો મોબાઈલનું લોકેશન મળી આવ્યું છે, તેને જાણવા માટે મેસેજમાં આપવામાં આવેલ લિંક ઓપન કરો’. તો સતર્ક બનવાની જરૂર છે. કારણ કે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક  એવા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  જે ચોરેલા મોબાઇલ અથવા તો ગુમ થયેલા મોબાઈલના મૂળ માલિક પાસેથી જ તેની આઇડી અને પાસવર્ડ પ્રાપ્ત કરતો અને મોબાઈલને ફોર્મેટ કરીને સસ્તા ભાવે વેચાણ કરતો હતો.

આ લિંક ઓપન કરવાથી મોબાઈલ નું લોકેશન માત્ર બે મિનિટ માટે બતાવતું

પોલીસે ધરપકડ કરેલા આરોપી મોહસીનખાન મન્સુર  જે  નવસારીમાં ચિકનની દુકાન ચલાવે છે. સાથો સાથ iphone ના આઇડી અને પાસવર્ડ મેળવી અનોખું કારસ્તાન કરતો હતો. આરોપીની મોડેસ ઓપરેન્ડી એ છે કે મોબાઇલ માલિકના નંબર મેળવીને તેનાં પર તેમનો ખોવાયેલ મોબાઈલ મળી આવ્યો હોવાનો મેસેજ કરતો. જેમાં એક ખોટી લીંક પણ મોકલવામાં આવતી આ લિંક ઓપન કરવાથી મોબાઈલ નું લોકેશન માત્ર બે મિનિટ માટે બતાવતું અને તે પણ સાચું નહીં પરંતુ ખોટું લોકેશન ઓપન કરવા માટે તે માલિક પાસેથી આઈડી અને પાસવર્ડ માંગી લેતો.

આઈફોન ચોરી થવા કે ગુમ થયા મામલે અલગ અલગ ફરિયાદો મળતી

તેની  બાદ જ આ લોકેશન ઓપન થતું. જેના આધારે આરોપી મોબાઇલને અનલોક કરવામાં સફળતા મળતી. આ પ્રકારે મોબાઈલ અનલોક કર્યા બાદ તેને સસ્તાં ભાવે વેચી દેતો હતો. જેમાં આરોપી દ્વારા અત્યાર સુધી 300 જેટલા આઈફોને અનલોક કર્યાં છે.સાયબર પોલીસને આઈફોન ચોરી થવા કે ગુમ થયા મામલે અલગ અલગ ફરિયાદો મળતી. જેમાં કેટલાક એવા કિસ્સા હતા.

સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરી

જેમાં આ પ્રકારે મેસેજ આવ્યો અને લીંક દ્વારા મોબાઈલ લોકેશન બે મિનિટ માટે બતાવતું હોવાની વાત કહી. જેથી સાઇબર પોલીસ દ્વારા તે લિંકનું ડોમેન તપાસતા તે ખોટું હોવાનુ સામે આવ્યું અને આઈફોનને અનલોક કરી વેચવાના રેકેટનો ઘટસ્ફોટ થયો. સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે આરોપી મોબાઇલ માલિકના નંબર ક્યાંથી લાવતા અને અન્ય કેટલા લોકો આ રેકેટમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત આઈફોન ચોરી કરવાની પણ ગેંગ છે કે નહીં  તે મુદ્દે પણ વધુ પૂછપરછ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">