Ahmedabad: લાંભા રોડ પર બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે લીધી અડફેટે, જુઓ અકસ્માતનો હચમચાવી દેનારો Video

Ahmedabad: લાંભા રોડ પર એક બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમા માતા પોતાની દીકરીને શાળાએ મુકીને આવતી હતી તે દરમિયાન ઘટના બની હતી. આ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

Ahmedabad: લાંભા રોડ પર બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે લીધી અડફેટે, જુઓ અકસ્માતનો હચમચાવી દેનારો Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 1:38 PM

અમદાવાદમાં લાંભા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકે દોઢ વર્ષના બાળકને તેડીને જઈ રહેલી મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ફુલ સ્પીડે આવતી બાઈકે મહિલાને અડફેટે લીધી હતી. માતા પોતાની દીકરીને શાળીએ મુકીને આવતી હતી તે દરમિયાન ઘટના બની હતી. જેમા બેફામ રીતે ચલાવતા બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલાએ તેના દોઢ વર્ષના બાળકને પણ તેડેલો હતો. આ અકસ્માતમાં મહિલા અને બાળકને ઈજા પહોંચી છે.

ફુલ સ્પીડે આવતી બાઈકની ટક્કરે આવી મહિલા

લાંભા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર મહિલા ગીતાબેન યાદવ નારોલ પ્રથમ પેરાડાઈટ્સમાં રહે છે. અકસ્માત બાદ બાઈક ચાલકે સારવારનો ખર્ચ આપવાનુ કહેતા મહિલાએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. આથી ટ્રાફિક પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી. આ અકસ્માતના સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે જ ફુલ સ્પીડે બેફામ રીતે આવતી કારે મહિલાને અડફેટે લીધી હતી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

અહીં જુઓ અકસ્માતનો વીડિયો

અકસ્માતના સીસીટીવી ફુટેજ આવ્યા સામે

મહિલા તેની કેજીમાં અભ્યાસ કરતી દીકરીને શાળાએ મુકવા માટે ગઈ હતી. બાદમાં તેના દોઢ વર્ષના બાળકને લઈને પરત ફરી રહી હતી. તે સમયે લાંભા-નારોલ રોડ પર બેફામ આવેલા બાઈક ચાલકે ટક્કર મારતા હાથમાં માતા અને બાળક બંને હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા.

બાઈક ચાલકે સારવારનો ખર્ચ આપતા મહિલાએ કોઈ ફરિયાદ ન કરી

આ અકસ્માત બાદ માતા અને બાઈકચાલક તથા આસપાસના લોકો ઈજાગ્રસ્ત ગીતાબેન અને તેમના દીકરાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. જો કે બાઈકચાલકે ગીતાબેન અને તેમના દીકરાને થયેલી ઈજાનો ખર્ચ આપવાની વાત કરી હતી. આથી ભોગ બનનાર ગીતાબેને કોઈ ફરિયાદ કરી ન હતી.

આ પણ વાંચો: Breaking News : મહેસાણાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

g clip-path="url(#clip0_868_265)">