AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ખાનગી હોસ્પિટલે મહેકાવી માનવતા: લગ્નના 8 વર્ષ બાદ જન્મેલા જોડિયા બાળકોની વધુ સારવાર માટે દંપતી પાસે ન હતા પૈસા, એક પણ પૈસો લીધા વિના કરી સારવાર

Ahmedabad: ખાનગી હોસ્પિટલ દ્વારા મસમોટા બિલ બનાવી દર્દીઓને લૂંટવાના તો અનેક કિસ્સા જોયા હશે પરંતુ અમદાવાદ શહેરની એક ખાનગી હોસ્પિટલે આર્થિક સંકડામણમાં રહેલા દંપતીના જોડિયા બાળકોની વધુ સારવાર કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી છે.

Ahmedabad: ખાનગી હોસ્પિટલે મહેકાવી માનવતા: લગ્નના 8 વર્ષ બાદ જન્મેલા જોડિયા બાળકોની વધુ સારવાર માટે દંપતી પાસે ન હતા પૈસા, એક પણ પૈસો લીધા વિના કરી સારવાર
Jignesh Patel
| Edited By: | Updated on: May 16, 2023 | 12:09 AM
Share

એક તરફ જ્યાં ખાનગી હોસ્પિટલો તોતિંગ ખર્ચ બતાવી દર્દીઓને લૂંટવાની એકપણ તક છોડતી નથી. ત્યાં એક ખાનગી હોસ્પિટલે ખરા અર્થમાં માનવતા મહેકાવી છે. અમદાવાદમાં ઠાકોર પરિવારના એક દંપતીને ત્યાં લગ્નના 8 વર્ષ બાદ પારણુ બંધાયુ અને IVF પદ્ધતિથી ઠાકોર પરિવારમાં જોડિયા બાળકોનો કિલકારીઓ સાંભળવા મળી. પરંતુ ફરી જન્મ બાદ બંને બાળકોનુ વજન ઓછુ હોવાથી તેમને હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખવા પડે તેમ હતા.

ઓછા વજનને કારણે બાળકોની મલ્ટી સ્પે. હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

શાહીબાગમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા અને પતરાવાળા મકાનમાં રહેતા ભરતભાઈ ઠાકોરના પત્ની સૂર્યાબેનને આઠ વર્ષ પછી બે જોડીયા બાળકો જન્મ્યા હતા. પરંતુ બંને બાળકોનું વજન ઓછું હોવાના કારણે તેમને વધુ સારવાર માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂરિયાત હતી. જે માટે તેઓ શાહીબાગની ઝીલ હોસ્પિટલ ખાતે બાળકોને સારવાર અર્થે લઈ ગયા. સારવાર દરમિયાન એકાદ અઠવાડિયામાં તેઓએ તમામ ખર્ચ ઉપાડ્યો પરંતુ ભરતભાઈ કેટલાય દિવસોથી રીક્ષા ચલાવી ન હતી. જેના કારણે હાથ પર રૂપિયા ન હોવાને કારણે તેઓએ બંને બાળકોને ડિસ્ચાર્જ કરાવવાનું નક્કી કર્યું.

એક સપ્તાહની સારવાર બાદ દંપતી પાસે બાળકોની વધુ સારવાર માટે ન હતા પૈસા

અચાનક ડિસ્ચાર્જનું કારણ તબીબો દ્વારા પૂછતા આર્થિક સંકડામણ હોવાનું હોસ્પિટલ સંચાલકોના ધ્યાન પર આવ્યું અને ત્વરિત હોસ્પિટલ સંચાલકોએ બાળકોને બચાવવા માટે એક પણ રૂપિયાનો ખર્ચ ન લેવા માટે બાંહેધરી  આપી હતી.

આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર ફિલ્ટર પાણી માટે મુકાયેલા RO મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન, 5 રૂપિયામાં 1 લીટર RO વોટર આપવાના રેલવે તંત્રના દાવાનો ફિયાસ્કો

ખાનગી હોસ્પિટલે દિલેરી બતાવી બાળકોની બાકી રહેતી સારવારનો કોઈ ખર્ચ ન વસુલ્યો

એક તરફ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીને લૂંટવા માટેના પ્રયત્નો ચાલતા હોય છે. ત્યારે બીજી તરફ હેમલ અને હેત્વી નામના આ બન્ને જોડિયા બાળકોની માતા અને દાદીમા એ હોસ્પિટલ ના સેવા પરમો ધમઁ ની વાતને નજર સામે વાસ્તવિક રુપમાં સાકાર થતા જોઈ ને ગદગદ થઈ ને દરિદ્રનારાયણની સેવા કરતી આ હોસ્પિટલનો બે હાથ જોડીને આભાર વ્યક્ત  વ્યક્ત કર્યો. આવા તબીબને કારણે જ તબીબને ભગવાનના સ્વરૂપમાં જોવામાં આવે છે તેવું આ કિસ્સામાં યથાર્થ ઠરે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">