AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર ફિલ્ટર પાણી માટે મુકાયેલા RO મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન, 5 રૂપિયામાં 1 લીટર RO વોટર આપવાના રેલવે તંત્રના દાવાનો ફિયાસ્કો

Ahmedabad: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરIRCTCએ મુકેલા RO મશીન બંધ હાલતમાં હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પાણીના મશીન બંધ હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે. તંત્રની અસુવિધાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશન પર ફિલ્ટર પાણી માટે મુકાયેલા RO મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન, 5 રૂપિયામાં 1 લીટર RO વોટર આપવાના રેલવે તંત્રના દાવાનો ફિયાસ્કો
Darshal Raval
| Edited By: | Updated on: May 15, 2023 | 6:17 PM
Share

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ વચ્ચે ચોંંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. એકતરફ કાલુપુર રેલવે સ્ટેશનનો કાયાપલટ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ તંત્રની બેદરકારીથી મુસાફરોને પાયાની સુવિધા કહી શકાય તેવુ પીવાનું પાણી પણ હાલ મળવુ દુષ્કર બન્યુ છે. IRCTC દ્વારા મુકવામાં આવેલા RO મશીન સાથેના પ્લાન બંધ હાલતમાં હોવાથી મુસાફરોને હાલાકી સર્જાઈ હતી. ગરમી વચ્ચે પાણી ન મળતા મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

રેલવે તંત્રની પોલ ન ખૂલે તે હેતુથી બંધ પડેલા RO મશીન પર તાડપત્રી નાખી દેવાઈ

અદ્યતન સુવિધા સાથેના RO મશીન બંધ થતા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. આ મશીન રેલવે વિભાગ અને IRCTC દ્વારા મુસાફરોની સુવિધા માટે મુકવામાં આવ્યા છે. જેથી મુસાફરોને 5 રૂપિયાના દરે 1 લીટર RO થયેલુ શુદ્ધ પાણી મળી શકે. જો કે મશીન બંધ હાલતમાં હોવાથી ધૂળ ખાઈ રહ્યા છે. જો કે રેલવે તંત્રની પોલ ન ખૂલે તે માટે તેના ઉપર તાડપત્રી નાખી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને 15 અને 20 રૂપિયામાં એક લીટર પાણી ખરીદવુ પડે છે.

પ્લેટફોર્મ નંબર 9 પર શૌચાલય ન હોવાથી લોકોને હાલાકી

અસહ્ય ગરમી વચ્ચે પાયાની કહી શકાય તેવી પાણીની સુવિધા પણ રેલવેસ્ટેશન પર ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આટલુ ઓછુ હોય તેમ પ્લેટફોર્મ નંબર 9 પર શૌચાલય પણ ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. જો કે એક રેલવે અધિકારીના જણાવ્યા મુજબ આગામી દિવસમાં નવું સ્ટેશન બનવાનું હોવાથી શૌચાલયની સુવિધા જલ્દી મળશે તેવું રટણ રટ્યું.

રેલવે સ્ટેશન પર 2018માં ટેન્ડર કરી મુકાયા હતા RO મશીન

મુસાફરોને RO થયેલુ ફિલ્ટર પાણી મળે તે માટે IRCTC દ્વારા 2018 પહેલા ટેન્ડર પ્રક્રિયા કરીને કાલુપુર રેલવે સ્ટેશન પર 10 વોટર વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાંથી મુસાફરો 1 લીટર પાણી 15 અને 20 ના બદલે 5 રૂપિયામાં મેળવી શકે. સાથે જ અલગ અલગ એમએલ અને લીટરને લઈને કિંમત પણ રાખવામાં આવી છે

જેમાં

  • 300 એમએલ પાણી પોતાના કન્ટેન્ટમાં 1 રૂપિયો અને મશીન ના કન્ટેન્ટમાં 3 રૂપિયા
  • 500 એમએલ પાણી પોતાના કન્ટેન્ટમાં 3 રૂપિયો અને મશીન ના કન્ટેન્ટમાં 5 રૂપિયા
  • 1 લીટર પાણી પોતાના કન્ટેન્ટમાં 5 રૂપિયો અને મશીન ના કન્ટેન્ટમાં 8 રૂપિયા
  • 2 લીટર પાણી પોતાના કન્ટેન્ટમાં 8 રૂપિયો અને મશીન ના કન્ટેન્ટમાં 12 રૂપિયા
  • 5 લીટર પાણી પોતાના કન્ટેન્ટમાં 20 રૂપિયો અને મશીન ના કન્ટેન્ટમાં 25 રૂપિયા

RO મુકાયા બાદ માત્ર 7-8 મહિના જ મશીન ચાલુ રહ્યા, બાદમાં કંપનીએ પૈસા ન ભરતા મશીન બંધ કરી દેવાયા હોવાનો રેલવે અધિકારીનો બચાવ

રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ પર RO મશીન મુકવામાં આવ્યા છે. આ એક મશીનની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા છે. કેટલાક મશીન ચાલુ હોવાનો પણ અધિકારીઓનો દાવો કરી રહ્યા છે.આ અંગે રેલવે અધિકારીને પૂછતાં તેઓએ શરૂઆતમાં 7 મહિના મશીન શરૂ રહ્યા અને બાદમાં IRCTC માં કંપની દ્વારા નાણાં નહીં ભરતા મશીન ત્યારથી બંધ છે. તેમજ મશીનને લઈને કોર્ટ કેસ ચાલતો હોવાથી મશીન ન તો હટાવી શકાય કે ન તો શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યુ.

આ પણ વાંચો: Breaking News : ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ, અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ

સાબરમતી રેલવે સ્ટેશન પર પણ વૉટર વેન્ડિંગ મશીન બંધ હાલતમાં

એવું નથી કે માત્ર કાલુપુર રેલવે સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીન બંધ છે. સાબરમતી રેલવે સ્ટેશન પર પણ લગાવવામાં આવેલ વોટર વેન્ડિંગ મશીન પણ બંધ હાલતમાં છે. જેથી હાલ રેલવેની શુદ્ધ પાણી આપવાની સુવિધા ખોરંભે ચડી છે. અને મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે જરૂરી છે કે રેલવે અને irctc આ મામલે પૂરતું ધ્યાન આપે. જેથી મુસાફરો માટે ઉભી કરાયેલી સુવિધા મુસાફરો સુધી પહોંચી રહે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">