AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સેટેલાઈટમાં ડૉક્ટરને દર્દીએ લગાવ્યો ચુનો, સોનાના બિસ્કીટ પર હોલમાર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કીટ લઈ સોની દંપતી થયુ ફરાર

Ahmedabad: શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ડૉક્ટરને તેના જ દર્દીએ ચુનો લગાવ્યો છે. સોનાના બિસ્કિટ પર હોલ માર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી ફરાર થઈ ગયુ હતુ. ફરિયાદને આધારે પોલીસે સોની દંપતી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Ahmedabad: સેટેલાઈટમાં ડૉક્ટરને દર્દીએ લગાવ્યો ચુનો, સોનાના બિસ્કીટ પર હોલમાર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કીટ લઈ સોની દંપતી થયુ ફરાર
Mihir Soni
| Edited By: | Updated on: May 23, 2023 | 9:50 PM
Share

અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ડૉક્ટરને દર્દીના પરિવારે લાખોનો ચુનો લગાવ્યો છે. ડૉક્ટરને તેની પાસે રહેલા એક કિલોના 10 સોનાના બિસ્કિટ પર હોલ માર્ક લગાવવાના બહાને સોની દર્દીએ ચુનો લગાવ્યો છે અને 10 સોનાના બિસ્કીટ લઈ ફરાર થઈ ગયુ છે.

દર્દીએ ડૉક્ટરને લગાવ્યો ચુનો

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર નહેરુનગરમાં ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડૉક્ટર બંસીલાલ સાબુએ ફરિયાદ નોંધાવી છે કે તેમના એક દર્દી શાંતિલાલ સોનીના પુત્ર ભરત સોની, કીર્તિ સોની અને પુત્રવધુ મનીષા સોનીએ સોનાના બિસ્કિટ પર હોલમાર્ક કરવાના બહાને રૂપિયા 59.50 લાખની છેતરપિંડી કરી.

ડૉક્ટર પરિવારને આરોપીઓએ 59 હજાર 500માં એક તોલાના ભાવે સોનુ વેચ્યું હતું. જેથી ડૉક્ટરે એક કિલો સોનું આરોપીઓ પાસેથી ખરીદ્યુ પરંતુ સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક નહીં હોવાથી આરોપીઓ હોલમાર્ક કરી આપવાનું કહીને સોનાના બિસ્કિટ પરત લઈ ગયા હતા અને ફરાર થઈ જતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

1 કિલોના 10 બિસ્કીટ વેચી હોલમાર્ક લગાવવાના બહાને થયા ફરાર

આરોપી ભરત સોની અને કીર્તિ સોનીની માણેકચોકમાં જર્મન સિલ્વર માર્ક નામની સોના ચાંદીની દુકાન હતી. જેથી ડોક્ટર બંસીલાલ સાબુને સોનુ ખરીદવું હતું એટલે ભરત સોની સાથે ચર્ચા કરી. આરોપી ભરત સોનીના પિતા શાંતિલાલનો ઈલાજ ડૉક્ટર બંસીલાલની ક્લિનિકમાં ચાલતો હતો. તેઓ સોની પરિવારના ફેમિલી ડોક્ટર હતા. પરંતુ આ દર્દીના પરિવારે જ ડોક્ટરને ચૂનો લગાવ્યો. એક કિલોના 10 બિસ્કિટ વેચી પૈસા મેળવ્યા અને સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક લગાવવાના બહાને બિસ્કીટ પણ લઈને ફરાર થઈ ગયા. આરોપી ભરત સોની દુબઈ ફરાર થઈ ગયો હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસ શરૂ કરી.

આ પણ વાંચો : Ahmedabad : સેટેલાઈટમાં ચોરી કેસમાં પૂર્વ ઘરઘાટીની ધરપકડ બાદ થયા અનેક ખુલાસા

આરોપીઓના સીસીટીવી આવ્યા સામે

સોની પરિવાર એ ડોક્ટર સાથે કરેલી ઠગાઈ કેસમાં આરોપીઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ ઠગાઈ કેસમાં ત્રણેય આરોપી ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
g clip-path="url(#clip0_868_265)">