Gujarati video: અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ કર્યો હોબાળો, સ્થાનિકો ટેન્કર મગાવવા બન્યા મજબૂર

Gujarati video: અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ કર્યો હોબાળો, સ્થાનિકો ટેન્કર મગાવવા બન્યા મજબૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 8:41 PM

હાટકેશ્વર ભાઈપુરા વોર્ડનાં પણ દૂષિત પાણીની સમસ્યા છે. CTMના હનુમાન નગરમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની (contaminated water) સમસ્યા છે અને આખરે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ હોબાળો કર્યો હતો.

ઉનાળો (Summer 2023) આકરો બનવાની સાથે દિવસે દિવસે પાણીના પ્રશ્નો પણ આકરા બનતા જઇ રહ્યા છે. અમદાવાદના (Ahmedabad) વિવિધ વિસ્તારમાં પાણીની બુમરાળ થઇ રહી છે. હાટકેશ્વર ભાઈપુરા વોર્ડનાં પણ દૂષિત પાણીની સમસ્યા છે. CTMના હનુમાન નગરમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની (contaminated water) સમસ્યા છે અને આખરે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. મહિલાઓ વિરોધ સાથે ભાઇપુરા સબઝોનલ કચેરીએ સ્થાનિકો પહોંચ્યા હતા. ભરઉનાળે પાણીની સમસ્યાથી મહિલાઓ પરેશાન છે. તેમનો આરોપ છે કે, સતત થઈ રહેલા ખોદકામને કારણે દૂષિત પાણી આવે છે. દૂષિત પાણીથી પરેશાન સ્થાનિકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો-Tender Today : બોટાદ નગરપાલિકા દ્વારા સીલેક્શન ઓફ બસ ઓપરેટર ફોર બસ પ્રોક્યોરમેન્ટ માટેનું ટેન્ડર જાહેર

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">