AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સોલામાં યુવકના આપઘાત કેસમાં મોટો ખૂલાસો, અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેલ કરી 8 લાખ પડાવ્યા હોવાનુ તપાસમાં ખૂલ્યુ

Ahmedabad: સોલા વિસ્તારમાં સામે આવેલા યુવકના આપઘાત કેસને લઈને મોટો ખૂલાસો સામે આવ્યો છે. યુવકને ન્યૂડ વીડિયો બતાવી બ્લેકમેલ કરાતો હતો અને 8 લાખ પડાવી લીધા હતા. યુવકના આપઘાત બાદ પણ ફોન આવતા મામલાની જાણ થઈ હતી.

Ahmedabad: સોલામાં યુવકના આપઘાત કેસમાં મોટો ખૂલાસો, અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેલ કરી 8 લાખ પડાવ્યા હોવાનુ તપાસમાં ખૂલ્યુ
Mihir Soni
| Edited By: | Updated on: Apr 29, 2023 | 10:00 AM
Share

અમદાવાદના સોલા વિસ્તાર માં યુવક ની આપઘાત ને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. યુવક ને ન્યૂડ અશ્લીલ વીડિયો બતાવી ને બ્લેકમેલ કરી 8 લાખ પડાવી લીધા હતા. જોકે યુવક ના આપઘાત બાદ પણ ફોન આવતા પરિવાર ને મામલાની જાણ થઈ હતી.જે બાદ આપઘાતનું સાચું કારણ સામે આવ્યું.

આરોપીઓ અશ્લિલ વીડિયો બતાવી કોલ રિસિવ કરનારને બ્લેકમેલ કરતા

પોલીસ પકડમાં આવેલા બન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યો છે. બન્ને આરોપીઓ અન્ય આરોપીઓ સાથે મળી દેશભરમાં અલગ અલગ લોકોને ન્યૂડ વીડિયો બતાવીને બ્લેક મેલ કરીને રૂપિયા પડાવી લેવાનુ કામ કરતા હતા. આરોપી અંસાર મેવ અને ઈર્શાદ મેવ સોલામાં રેહતાં યુવકને ફેક અશ્લિલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું. આરોપીઓ થોડા થોડા કરી ને 8 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ વધુ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. ભોગ બનનાર યુવક આબરુ જવાના ડરને કારણે કોઈ ને કહી ના શક્યા અને ઘરે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો.

યુવકની આત્મહત્યા બાદ પણ બ્લેકમેલરના ફોન આવતા સમગ્ર હકીકત ખૂલી

યુવકની આત્મહત્યા બાદ પણ તેના ફોન પર બ્લેકમેલરના ફોન આવતા પરીવાર સામે સમગ્ર હકીકત સામે આવી હતી અને આપઘાતનું સાચુ કારણ જાણવા મળ્યુ હતુ. પરીવારે સમગ્ર બાબતે પોલીસમે જાણ કરતા સામે આવ્યુ કે ઓનલાઈન ન્યૂડ વીડિયો કોલ કરી જેનુ સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરી દુષ્પ્રેરણા આચરી પૈસા પડાવતી ગેંગના બે આરોપીને ભરતપુર રાજસ્થાનથી ઝડપી લીધા હતા.

ન્યૂડ ફેક કોલ કરી સ્ક્રિન રેકોર્ડ કરી મોટી રકમની માગણી કરતા

પોલીસ તપાસ કરતા આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી સામે આવી કે અલગ અલગ 3 સ્ટેપમાં આ કૌભાંડ ને કરે છે. જેમાં પહેલા ન્યૂડ ફેક કોલ કરીને સામે વાળાનું ન્યુઝ સ્ક્રિન રેકોર્ડ કરી રાખીને રૂપિયાની માંગણી શરૂ કરે છે. ત્યારે બાદ સહ આરોપી CBI અથવા પોલીસ અધિકારી બનીને ધમકી આપે છે અને છેલ્લે કોઈ પણ યુવતીના ફેક ફોટો મોકલીને યુવતીએ આપઘાત કર્યું છે તમને જેલ જવાનો વારો આવશે તેમ કહી ધમકી આપે છે અને રૂપિયા લેવાનુ કામ કરતા હતા. આવી જ રીતે સોલાના યુવકએ પોતાની બદનામી બચવા અને આરોપી પૈસાની માંગણી કરતા આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવાજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: બ્રિટીશ મહિલાએ ગુજરાત હાઈકોર્ટના વકીલને જાનથી મારવાની ધમકી આપી, વકીલનું લેપટોપ તોડી હોબાળો કર્યો

નોંધનીય છે કે આવા કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે જેથી આવા લોકોથી સાવધાન રેહવાની જરૂર છે અને આવું કોઈ પણ કોલ આવે તો પોલીસની મદદ લેવી જોઈએ. હાલ પોલીસ આરોપીઓ પાસે કબ્જે કરી 6 મોબાઇલ એફએસએલ ખાતે મોકલી તપાસ શરૂ કરી છે અને આ લોકો આવી રીતે અન્ય કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા છે તેની તપાસ પણ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">