AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના સી.જી. રોડ પર આંગડિયા પેઢી કર્મી સાથે 50 લાખની ચીલ ઝડપ, જુઓ Video

અમદાવાદના સી.જી.રોડ પર આંગડિયા પેઢી કર્મી સાથે 50 લાખની ચીલ ઝડપ થઈ છે.જેમાં આર. અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ચીલ ઝડપ થઈ છે. જેમાં એક્ટિવા પર જઈ રહેલા કર્મચારી પાસેથી ચીલ ઝડપ થઈ છે.સીજી રોડ સુપર મોલ નજીકની ઘટના બની છે. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

Breaking News : અમદાવાદના સી.જી. રોડ પર આંગડિયા પેઢી કર્મી સાથે 50 લાખની ચીલ ઝડપ, જુઓ Video
Aangadia Loot
| Updated on: Apr 28, 2023 | 10:41 PM
Share

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા સી.જી. રોડ પર 50 લાખની ચીલઝડપની ઘટના બની  છે. જેમાં આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી સાંજે સાડા ચાર કલાકે એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લઈ જતો હતો. ત્યારે બાઈક પર હેલમેટ પહેરી આવેલા બે શખ્સો ઝપાઝપી કરી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.  આંગડિયા પેઢીનો કર્મચારી આલિશ આંગડિયા પેઢીથી એક કરોડ લઈને નીકળ્યો હતો. એક બ્રાંચ પર 50 લાખ રૂપિયા આપીને સી.જી.રોડ સ્થિત બીજી ઓફિસે જતો હતો. ત્યારે લાલ બંગલા નજીક ચીલઝડપની ઘટના બની..જેની જાણ થતા જ પોલીસે કર્મચારીની કોલ ડિટેઈલ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી વીરેન્દ્ર દવેએ કરેલી ફરિયાદ બાદ નવરંગપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે

g clip-path="url(#clip0_868_265)">