Ahmedabad: બ્રિટીશ મહિલાએ ગુજરાત હાઈકોર્ટના વકીલને જાનથી મારવાની ધમકી આપી, વકીલનું લેપટોપ તોડી હોબાળો કર્યો
Ahmedabad News: મહિલાએ હાઈકોર્ટમાં તેના પૂર્વ પતિનો કેસ લડતા વકીલને કેસ નહીં છોડે તો તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ એડવોકેટ ધ્રુવ દવેએ મહિલા તરલોચન સાહમી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસમાં FIR નોંધાવી હતી.
અમદાવાદમાં એક બ્રિટિશ નાગરિક મહિલાએ બુધવારે કથિત રીતે એક બિલ્ડિંગના પહેલા માળેથી વકીલનું લેપટોપ ફેંકી દીધું હોવાની ઘટના સામે આવી છે. આ મહિલાએ હાઈકોર્ટમાં તેના પૂર્વ પતિનો કેસ લડતા વકીલને કેસ નહીં છોડે તો તેને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ એડવોકેટ ધ્રુવ દવેએ મહિલા તરલોચન સાહમી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસમાં FIR નોંધાવી હતી.
ફરિયાદની વિગતોની વાત કરીએ તો બ્રિટિશ નાગરિક મહિલા સાહમીએ હાઈકોર્ટ કેમ્પસમાં લીગલ એઈડ સોસાયટીની ઓફિસ પાસે હોબાળો કર્યો હતો. તેના પૂર્વ પતિ વિરુદ્ધ ચાલતા કેસમાં બુધવારે તારીખ હોવાથી વકીલને મુદતમાં હાજર ન રહેવા મહિલાએ ધમકી આપી હતી. તેમ છતાં વકીલ હાજર રહ્યા હતા. આ બાબતે અદાવત રાખીને બ્રિટિશ મહિલા વકીલના ચેમ્બરમાં ઘુસી ગઈ હતી અને વકીલનું લેપટોપ અને ફાઈલો લઈને નીકળી ગઈ હતી. જે પછી લેપલોટ ફેંકી દીધુ હતુ. આ મામલે વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
એફઆઈઆર અનુસાર સાહમી અને તેના પતિ વચ્ચે 2012થી કેસ શરૂ થયો હતો અને તેણે 2018માં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એડવોકેટ દવે હાઈકોર્ટમાં આ કેસમાં તેના પૂર્વ પતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. એફઆઈઆરમાં જણાવાયું છે કે બુધવારે સાહમી કથિત રીતે દવેના રૂમમાં ઘૂસી ગઈ હતી અને તેની ગેરહાજરીમાં તેના ડેસ્ક પરથી લેપટોપ લઈ ગઈ હતી.
એડવોકેટના સાથીદારે તેમને આ ઘટના વિશે જાણ કરી હતી અને તે પછીથી લીગલ એઈડ સોસાયટીની ઓફિસ પાસે જોવા મળ્યો હતો, જ્યાંથી તેણે લેપટોપ ફેંકી દીધું હતું. તેની ફરિયાદમાં વકીલે જણાવ્યું છે કે મહિલાને અગાઉ વડોદરાની JMFC કોર્ટે સજા ફટકારી હતી. કોર્ટમાં તેના ગેરવર્તન બદલ તેને એક વર્ષ અને 15 દિવસ જેલમાં મોકલી આપવામાં આવી હતી. આ સજા કાપીને જ મહિલા બહાર આવી હતી. વકીલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મહિલા આ પ્રકારના ગુના આચરવાની ટેવવાળી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…