AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પાલડીના NID કેમ્પસમાં વધુ 7 કોરોનાના કેસ વધ્યા, કોરોના સંક્રમિતનો આંકડો 45 પર પહોંચ્યો

કોરોના પોઝિટિવ (Corona positive) આવેલા તમામ વિદ્યાર્થીઓ હાલ આઇસોલેશનમાં છે. NID કેમ્પસમાં મળેલા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાને કોઈ લક્ષણ નથી.

Ahmedabad: પાલડીના NID કેમ્પસમાં વધુ 7 કોરોનાના કેસ વધ્યા, કોરોના સંક્રમિતનો આંકડો 45 પર પહોંચ્યો
NID (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 6:23 PM
Share

અમદાવાદના (Ahmedabad) પાલડીના NID કેમ્પસમાં વધુ 7 કોરોનાના કેસ (Corona Case) નોંધાયા છે. આ સાથે કોરોના પોઝિટિવનો આંકડો 45 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 742 સેમ્પલોમાંથી 545 RTPCR માટે સેમ્પલ લેવાયા છે. અનેક વિદ્યાર્થીઓના (Students) RTPCRના રિપોર્ટ હજુ બાકી છે. RTPCRના પરિણામ બાકી હોવાથી હજુ પણ કોરોનાના કેસ વધવાની શક્યતા છે તો કોરોનાના કેસ નોંધાતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદના પાલડી વિસ્તારના પ્રસિદ્ધ NID કેમ્પસમાં કોરોનાના કેસ હવે 45 થયા છે. આ અગાઉ પાલડીના NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે પછી ફરી કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો 38 પર પહોંચ્યો હતો. હવે વધુ 7 કેસ નોંધાતા કુલ પોઝિટિવ વિદ્યાર્થીની સંખ્યા 45 થઈ છે. જે બાદ NIDમાં 165 યુવકો, 180 યુવતીઓ અને 100થી વધુ સ્ટાફની તપાસ કરવામાં આવી. જેમાં આ 38 કેસ સામે આવ્યા છે.

સંક્રમિત વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણ નહીં

કોરોના પોઝિટિવ આવેલા તમામ વિદ્યાર્થીઓ હાલ આઈસોલેશનમાં છે. NID કેમ્પસમાં મળેલા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાને કોઈ લક્ષણ નથી તો પોઝિટિવમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના છે. વિદ્યાર્થીઓની વિદેશ કે ટ્રાવેલ હિસ્ટ્રી છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

કુલ 167 રૂમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુકાયા

આ તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આઈસોલેટ કરાયા છે તો બીજી તરફ NID કેમ્પસના ન્યુ બોયઝ હોસ્ટેલ અને સી-બ્લોકમાં કુલ 167 રૂમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુકાયા છે. NIDની શૈક્ષણિક (Education Activity) કામગીરી પણ હાલ સ્થગિત કરવામાં આવી છે.

ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ

NIDનો એક વિદ્યાર્થી 22 તારીખે દીવ ગયો હતો. જે બાદ NIDમાં 3 તારીખે ડીનર પાર્ટી અને 4 તારીખે સામૂહિક મૂવી શૉ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણમાં આ વિદેશી વિદ્યાર્થી કે દીવ ગયેલા વિદ્યાર્થી દ્વારા સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન છે. ગુજરાતમાં હાલ કોરોના કેસ ભલે વધુ નથી નોંધાઈ રહ્યા. જો કે પાલડીના NID કેમ્પસમાં નોંધાયેલા કેસ ચોક્કસ ચિંતા ઉપજાવે તેવા છે. બીજી તરફ હાલ ઉનાળુ વેકેશન શરુ થઈ ગયુ છે. વેકેશનમાં પ્રવાસન સ્થળો પર ટ્રાફિક છે અને લોકો ભૂલી ગયા છે કે કોરોના છે. લોકોએ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું છે. ત્યારે હવે લોકોએ માસ્ક સહિતના કોરોનાના નિયમોના પાલનની સાવધાની રાખવી જરુરી છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">