AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઘોડાસરમાં ગરબા રમવા બાબતે યુવકની હત્યાનો મામલો, ત્રણ હત્યારાઓની કરાઈ ધરપકડ

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ઘોડાસર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. ગરબા રમવાને બાબતે થઈને ત્રણ શખ્શોએ ભેગા મળીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવક અને તેના મિત્રો ગરબા રમવા માટે આવ્યા હતા અને જેમને રોકતા ઘર્ષણ સર્જાયુ હતુ. બોલાચાલી એટલી હદી વધી ગઈ હતી. યુવકની હત્યા કરી દેવાઈ હતી. આરોપી બોબી થાપા, વીકી ઉર્ફે તરબૂચ દિવાકર અને અજય દીવાકરની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

Ahmedabad: ઘોડાસરમાં ગરબા રમવા બાબતે યુવકની હત્યાનો મામલો, ત્રણ હત્યારાઓની કરાઈ ધરપકડ
ત્રણ હત્યારાઓની કરાઈ ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Oct 24, 2023 | 8:06 PM
Share

અમદાવાદમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ઘોડાસર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. ગરબા રમવાને બાબતે થઈને ત્રણ શખ્શોએ ભેગા મળીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવક અને તેના મિત્રો ગરબા રમવા માટે આવ્યા હતા અને જેમને રોકતા ઘર્ષણ સર્જાયુ હતુ. બોલાચાલી એટલી હદી વધી ગઈ હતી. યુવકની હત્યા કરી દેવાઈ હતી.

આ પણ વાંચોઃ પ્રાંતિજના બ્રહ્માણી માતાની પલ્લી સવારીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, જુઓ Video

ગરબા રમવા માટે બાબતે જાહેરમાં જ હત્યા કરવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાના ગુનાની તપાસ શરુ કરી હતી. ત્રણેય હત્યારા શખ્શોની સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી. જે મુજબ ત્રણેય આરોપીઓને ઝડપી લઈને તપાસ શરુ કરી છે.

ગરબા રમવા નહીં દેતા હત્યા

પોલીસ ગીરફતમાં કાળા બુરખા ઉભા રહેલા આરોપી બોબી થાપા, વીકી ઉર્ફે તરબૂચ દિવાકર અને અજય દીવાકરની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી છે જેઓ ઘોડાસર ગરબા રમવા આવ્યા હતા. જ્યાં ગરબા રમવા માટે ઘોડાસર રહેતો મૃતક અંકિત ઠાકોર તેના મિત્ર સાથે આવ્યો અને ગરબા રમવાની ના પાડતા ઝઘડો થયો અને ત્રણેય શખ્સો ભેગા મળી અંકિતને મોતને ધાટ ઉતારી દીધો.

ઘોડાસર માં આવેલ યશ બંગલો ની સામે રોડ પર અંકિત તથા તેનો મિત્ર અલ્પેશ અને આકાશ ગરબા રમવા માટે ક્રિષ્ના પાર્ક ગયા હતા. ત્યારે ત્યાં ગરબા રમતી વખતે અંકિત તેના મિત્ર વિજય દિવાકરના ઘરે ગયા હતા.ત્યારે અમરાઈવાડીથી ગરબા રમવા આવેલા વિજયના ભત્રીજા વિક્કી દીવાકર કહ્યું કે, આ અમારા પારિવારિક ગરબા છે તું અહીંથી જતો રહે. તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા વિકીએ અંકિતને લાફો મારી દીધેલ. ત્યારબાદ યશ બંગલો ની સામે રોડ ઉપર વિજયના ભત્રીજા આરોપી વિક્કી, અજય તથા ભાણીયો બોબી થાપાએ અંકિતને માર માર્યો હતો અને આરોપી બોબીએ અંકિતને પેટના ભાગે અને હાથ પર છરીના ધા ઝીંકી હત્યા કરી દીધી હતી.

ત્રણ આરોપીની ધરપકડ

પકડાયેલ ત્રણેય આરોપી રોડ પર યુવક અંકિત ને લાકડી અને ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કરતા વિડ્યો સામે આવ્યા છે. જેમાં બનાવ લઈ વિસ્તાર માં એક ભય નો માહોલ ઉભો થઇ ગયો હતો. જોકે હત્યાના બનાવ બાદ પોલીસે ત્રણેય આરોપીઓને વિસ્તારમાંથી ધરપકડ કરી દીધી હતી. પણ હત્યા બાદ આરોપીઓ છરી કેનાલમાં ફેંકી દીધી હતી.

ગરબા રમવાની ના પાડવા જેવી બાબતે હત્યા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે પરંતુ હત્યાનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે બીજી બાજુ પકડાયેલ આરોપી બોબી થાપા અને વિક્કી દિવાકર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">