Ahmedabad : અષાઢી બીજે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે
રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. આજે પોલીસ કમિશનરે પોલીસ જવાનોના કાફલા સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું.
Ahmedabad : 20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની (Lord jagannath) 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. બીજી તરફ માહિતી મળી છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) મંગળા આરતીમાં હાજરી આપશે. તો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાના દિવસે પહિંદ વિધિ કરશે. રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસ વિભાગ પહેલેથી જ સતર્ક છે. આજે પોલીસ કમિશનરે પોલીસ જવાનોના કાફલા સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું. આવતીકાલે ફાઈનલ રિહર્સલ કરવામાં આવશે.તો રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર રથયાત્રા ફરશે.
રથયાત્રામાં કોણ કોણ જોડાશે ?
રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે. તો 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે. રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે.
રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમ
18 તારીખે રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ કરવામાં આવશે. 18 જુનના રોજ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. નેત્રોત્સવની વિધિ સવારે 8 વાગે યોજાશે. નેત્રોત્સવનાં દિવસે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. સોમવારે 19 જૂને સવારે 9.30 વાગે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. 19 જૂનના રોજ સવારે 10 વાગે સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે.
પ્રસાદીની તૈયારી
રથયાત્રામાં ભગવાનને ધરાવાના પ્રસાદ માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ , 500 કિલો કેરી , 400 કિલો કાકડીના પ્રસાદી માટે તૈયારી કરવામાં આવી રહી છે.
રથયાત્રાના મુખ્ય આકર્ષણ
રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળશે. જેમાં 18 શણગારેલા ગજરાજ પણ જોડાશે. સાથે જ 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.
આ વખતે પણ રથયાત્રામાં 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજા પણ જોડાશે. ઉપરાંત અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.