Cyclone Biparjoy Video: વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લો જળ બંબાકાર, ઠેર ઠેર પાણી ભરાયા, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 9:57 AM

Banaskantha : વાવાઝોડાએ બનાસકાંઠામાં તારાજી સર્જી છે. બનાસકાંઠાના થરાદમાં પવન સાથે ભારે વરસાદ થઇ રહ્યો છે.બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં ભારે વરસાદ (Rain) છે. મોડીરાતે અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર અતિભારે પવન ફૂંકાતા મોટાપાયે નુકસાન થયુ છે.

આ પણ વાંચો-Current Affairs 17 June 2023: મધ્યપ્રદેશ રાજ્યનો ક્યો જીલ્લો દેશનો બીજો ‘હર ઘર જલ જિલ્લો’ બન્યો છે?

ભારે વરસાદના કારણે બનાસકાંઠાના જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. પાણી ભરાતા એક તરફી માર્ગ બંધ કરાયો છે. તો ભારે પવન અને વરસાદના અનેક વૃક્ષો સહીત વીજ પોલ ધરાશાયી થયા છે. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે.

બનાસકાંઠાના થરાદ ડીસા હાઇવે પર મહાકાય વૃક્ષ અને શેડ તૂટી પડ્યા છે. શેડ તૂટવાથી હાઇવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે હાઈવે પર 1 કિલોમીટર લાંબી વાહનોની લાઈન જોવા મળી રહી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">