AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું

બંને દિક્ષાર્થીઓએ(Jain initiates) ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું
Ahmedabad: 11-year-old Jain initiates have increased the pride of fire service
Darshal Raval
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:18 PM
Share

Ahmedabad : બાળ દિક્ષાર્થીઓએ (Child initiator) સંસાર ત્યાગોત્સવ પહેલા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના નવરંગપુરા ફાયર સ્ટેશનની (Fire station) મુલાકાત કરી, ફાયરના કર્મચારીઓની નિસ્વાર્થ સેવા બદલ સમગ્ર ફાયર સર્વિસને સન્માનિત કરવાનો લાગણીસભર કાર્યક્રમ યોજાયો.માત્ર 11 વર્ષની ઉંમરના બાળકોએ સંસાર ત્યાગ કરી દિક્ષા (Jain initiates ) લેવાનું નક્કી કર્યા બાદ , પોતાના સાંસારિક જીવનને છોડતા પહેલા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની પોતાના જાનના જોખમે, લોકોના જાનમાલનું રક્ષણ કરવાની નિસ્વાર્થ, બાહોશ, સાહસિકતાભરી, કર્તવ્યપરાયણ, ફરજનિષ્ઠાભરી શ્રેષ્ઠ ઉત્તમ ફરજોથી પ્રેરાઈને ફાયર સર્વિસના બહાદુર, સાહસિક કર્મચારીઓને મળવાની અને કદર સાથે આદરભાવથી મીઠાઈ ખવડાવી નવરંગપુરા ફાયર સ્ટેશનની મુલાકાત કરી ફાયરબ્રિગેડના જવાનોની કર્તવ્ય નિષ્ઠાની કદર કરી હતી. અને પોતાના વિચારો રજુ કર્યા હતા, સાથે સાથે ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવરંગપુરા ફાયર સ્ટેશનના કર્મચારીઓ વતીથી ફાયરમેન અંકિત ભાઈ એન.પટેલ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવેલ કે , જ્યારે આ બંન્ને દિક્ષાર્થીઓ સંપૂર્ણ દિક્ષા લઈ લીધા બાદ, જ્યારે પણ નવરંગપુરા ફાયર સ્ટેશન આગળથી વિચરણ કરતા હોય ત્યારે નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેની પધરામણી સ્વીકારી ફાયર સર્વિસના જવાનો તથા તેમના કુટુંબીજનોને આર્શિવચન આપવા કરેલ વિનંતીનો સહર્ષ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

એક ધાર્મિક ઘટનામાં ફાયર સર્વિસની નિસ્વાર્થ, સાહસિક, જીવદયા પૂર્ણ, પોતાના જાનના જોખમે , લોકોના જાનમાલના રક્ષણ કરવાની આ ઉમદા કામગીરી કદર આ પ્રકારે સૌ પ્રથમવાર સન્માન કરવામાં આવતા સમગ્ર ફાયર સર્વિસના ગૌરવ વધારવાની સૌ પ્રથમવાર બનેલ ઘટના બદલ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનો સમગ્ર કર્મચારીઓ ગદગદિત થઈ ગયા હતા. અને એ બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

આ પણ વાંચો :Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">