AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું 101મું અંગદાન, રાજસ્થાનના દર્દીએ ગુજરાતના 4 જરૂરતમંદોને આપ્યું નવજીવન

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાનની ઝુંબેશ રંગ લાવી છે. આ જ કડીમાં હવે 101મું અંગદાન થયુ છે. રાજસ્થાનના ભીલવાડાના 35 વર્ષિય ભંવરલાલ ખટીક બ્રેઈનડેડ થતા સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો છે. તેમના થકી 4 જરૂરતમંદોને ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે.

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું 101મું અંગદાન, રાજસ્થાનના દર્દીએ ગુજરાતના 4 જરૂરતમંદોને આપ્યું નવજીવન
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 30, 2023 | 8:06 PM
Share

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલી અંગદાનની ઝુંબેશ દિવસે દિવસે વધુ વેગવંતી બની છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 100 અંગદાન કરવામાં આવ્યા છે. આ જ કડીમાં હવે આજે (30.01.23) 101મું અંગદાન કરવામાં આવ્યુ છે. રાજસ્થાનના ભીલવાડાના 35 વર્ષિય ભંવરલાલ બ્રેઈનડેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફની સમજાવટ બાદ તેમના પરિવારે ભંવરલાલના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમની બે કિડની, લીવર અને હ્રદયનું દાન મળ્યુ છે.

રાજસ્થાનના ભીલવાડાના ભંવરલાલ બ્રેઈનડેડ થતા બે કિડની, લીવર અને હ્રદયનું મળ્યુ દાન

રાજસ્થાન ભીલવાડાના 35 વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેઇનડેડ ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે. હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

બે વર્ષમાં અંગદાતાઓ દ્વારા 325 અંગોનુ દાન મળ્યુ, જેમાં 301 જરૂરતમંદોને મળ્યુ નવજીવન

સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોષીએ 101 માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર, સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. આ બે વર્ષમાં 101 અંગદાતાઓ દ્વારા મળેલ 325 અંગોથી 301 જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે.

આ પણ વાંચો: Surat: નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરી બે લોકોને નવજીવન બક્ષ્યું

24 જાન્યુઆરીએ મળ્યુ હતુ 100મું અંગદાન

આ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલને  24 જાન્યુઆરીએ 100મું અંગદાન પ્રાપ્ત થયું હતું. આ અંગદાન દ્વારા મળેલા બે કિડની, લીવર, ફેફસાં અને હ્દયને અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરામાં રહેતા 26 વર્ષીય યુવકનું બ્રેઈનડેડ થતા તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો.

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">