Surat: નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરી બે લોકોને નવજીવન બક્ષ્યું

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મનુબેન સિંહ ની તબિયત લથડી હતી તેઓને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી મહિલાને બ્રાન્ડેડ હોવાથી પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ના તબીબોએ અંગદાન કરવા માહિતગાર કર્યા હતા પરિવારે અંગદાનની મંજૂરી આપતા નવી સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું છે.

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરી બે લોકોને નવજીવન બક્ષ્યું
Surat Organ Donation
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 15, 2023 | 4:54 PM

દેશભરમાં અંગદાન માટે જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી કિડની,લિવરનું દાન કરવામાં આવ્યું છે.પાંડેસરાની મહિલાની બ્રેઇન્ડેડ તથા નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરી વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મનુબેન સિંહ ની તબિયત લથડી હતી તેઓને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી મહિલાને બ્રાન્ડેડ હોવાથી પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ના તબીબોએ અંગદાન કરવા માહિતગાર કર્યા હતા પરિવારે અંગદાનની મંજૂરી આપતા નવી સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું છે.

કિડની અને લીવર જરૂરિયાત મંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે

પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સ મારફત સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી 300 કિ.મીનું અંતર 3 કલાકમાં કાપીને IKDRC સેન્ટરમાં સ્ટોરેજ કરવામાં આવ્યું છે.કિડની અને લીવર જરૂરિયાત મંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પરિવારે જણાવ્યું હતું કે અમારા દર્દીનું બ્રેઇન્ડેડ થઈ ગયું હતું અંગદાન કરવાથી જો બીજા કોઈને નવું જીવનદાન મળે તે શોધી સારી વાત કહી શકાય છે અમારા માટે પણ આ એક પ્રેરણાદાયક છે અને આ આવી જ રીતે આગળ વધતું જશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાન આજે 99એ પહોંચ્યું

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાન આજે 99એ પહોંચ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને 8 જરૂરિયાત મંદોના અંધકારમય જીવનમાં અજવાસ પાથર્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સિવિલ હોસ્પિટલમાં થયેલ 98 માં અંગદાનમાં મૂળ ઉત્તરપ્રદેશના 26 વર્ષીય દિપુભાઇ બચુલાલ ઉંચાઇ પરથી પડી જવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર અર્થે દાખલ હતા. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે શરૂઆત થી જ સ્થિતિ ગંભીર હતી.

એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી

જ્યારે ચાર દિવસની સઘન સારવાર બાદ 11 મી જાન્યુઆરીના દિવસે તેઓને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા કાઉન્સેલર્સ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો દ્વારા બ્રેઇનડેડ દિપુભાઇના અંગોનું દાન કરતા બે કિડની, એક લીવર અને હ્રદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.

પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી

તેવી જ રીતે સિવિલ હોસ્પિટલમાં થયેલ 99 માં અંગદાનની વિગતો જોઇએ તો સાબરકાંઠાના 28 વર્ષના ભરતભાઇ સેનવા છાપરા પરથી પડી જતા તેઓને પણ માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર મેળવી રહ્યા હતા. જેઓને પણ ૧૨ મી જાન્યુઆરીની વહેલી સવારે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ ભરતભાઇના અંગદાનમાં બે કિડની,એક લીવર અને હ્રદયનું દાન મળ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">