Ahmedabad: અંગદાન મહાદાન- સિવિલ હોસ્પિટલમાં 100મું અંગદાન સંપન્ન થયું, આ પહેલથી અનેક દર્દીઓને મળ્યા છે નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાનની (Organ donation) પ્રવૃતિ ધીરે ધીરે વેગીલી બની છે અને તારીખ  24-01-23ના રોજ 100મું અંગદાન સંપન્ન થયું હતું.  આર્થિક ભીંસના કારણે અંગોની ખોડ ખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે  હવે  પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે

Ahmedabad:  અંગદાન મહાદાન- સિવિલ હોસ્પિટલમાં 100મું અંગદાન સંપન્ન થયું, આ પહેલથી અનેક દર્દીઓને મળ્યા છે નવજીવન
સિવિલ હોસ્પુિટલ ખાતે સંપન્ન થયું 100મું અંગદાન
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 25, 2023 | 11:55 AM

સિવિલ હોસ્પિટલને  ગત રોજ તેનું 100મું અંગદાન પ્રાપ્ત થયું હતું. આ અંગદાન દ્વારા મળેલા બે કિડની, લીવર, ફેફસાં અને હ્દયને અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરામાં રહેતા 26 વર્ષીય યુવકનું બ્રેઈનડેડ થતા તેના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

અંગદાન અંગે  જાગૃતિ આવતા દર્દીઓની સારવાર કરવામાં સરળતા

આ યુવકના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અંગદાતાના પરિવારજનોના સેવાભાવને બિરદાવતા કહ્યું કે, અંગદાન થકી માણસ મૃત્યુ બાદ અન્ય વ્યક્તિને નવું જીવન આપે છે. તેમણે ઉમેર્યું અંગદાનનો નિર્ણય કરનારી વ્યક્તિ તેમજ તેના પરિવારજનો ભારતીય સંસ્કૃતિના “સેવા પરમો ધર્મ”ના મંત્રને ચરિતાર્થ કરે છે. નોંધનીય છે કે  સિવિલ હોસ્પિટલની  SOTTO ની ટીમ દ્વારા સતત આ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે  આ પ્રયાસ સફળ બન્યો છે અને અંગદાનના પ્રમાણમાં વધારો થયો છે  તેના કારણે  જરૂરિયાતવઆળા દર્દીઓની સારવાર કરવામાં પણ સરળતા રહે છે.

સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયેલા 100 માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. નિલેશભાઈને બ્રેઇન઼ડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા મૃતકના પિતા તેમજ પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી ત્યારે તેમના પિતા મહેન્દ્રભાઈ ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

અમદાવાદ સિવિલ હોસ્પિટલે ડિસેમ્બર-2020 માં શરૂ થયેલ અંગદાનની પ્રવૃતિ ધીરે ધીરે વેગીલી બની છે અને તારીખ  24-01-23ના રોજ 100મું અંગદાન સંપન્ન થયું હતું.   આર્થિક ભીંસના કારણે અંગોની ખોડખાપણમાંથી નવજીવન મેળવવું જે ગરીબ પરિવારો માટે ફક્ત એક સ્વપ્ન સમુ બની ગયું હતુ તે  હવે  પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. ભારતમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષ 27 નવેમ્બરે રાષ્ટ્રીય અંગદાન દિવસ (National Organ Donation Day મનાવામાં આવે છે.

આ પણ વાંચો  Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં બે અંગદાન, બે વર્ષમાં 99 અંગદાન

g clip-path="url(#clip0_868_265)">