AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા કબુતરબાજીના રેકેટમાં વધુ ખુલાસા, 78 પાસપોર્ટ અને બેંકના સ્ટેમ્પ મળ્યા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલાની શરૂઆત કરી છે.બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડેલ ડુપ્લિકેટ પાસપોર્ટ કૌભાંડમાં આરોપી હરેશ પટેલ ના ઘરે કરતા પોલીસને 78 જેટલા પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપેલા કબુતરબાજીના રેકેટમાં વધુ ખુલાસા, 78 પાસપોર્ટ અને બેંકના સ્ટેમ્પ મળ્યા
Ahmedabad Crime Branch Recover Passport And Bank Stamp
Mihir Soni
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:59 PM
Share

અમદાવાદ(Ahmedabad)  ક્રાઇમ બ્રાંચે(Crime Branch)  ઝડપેલા કબૂતરબાજી રેકેટ( Illegal immigration)   માં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં આરોપીઓના ઘરે થી 78 જેટલા પાસપોર્ટ જ્યારે કેટલીક બેંકો ના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.જેનો ઉપયોગ તેઓ બનાવટી દસ્તાવેજો બનાવવા માટે કરતા હતા સાથે જ દિલ્હી અને મેક્સિકોના એજન્ટો નામ સામે આવ્યા છે.કબૂતરબાજી ના કૌભાંડના પર્દાફાશ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન મેકલાની શરૂઆત કરી છે.બે દિવસ અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડેલ ડુપ્લિકેટ પાસપોર્ટ કૌભાંડમાં આરોપી હરેશ પટેલ ના ઘરે કરતા પોલીસને 78 જેટલા પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે..જ્યારે આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા રાણીપ શાખા, બેંક ઓફ બરોડા ન્યૂ રાણીપ શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સરઢવ શાખા ગાંધીનગર તેમજ કાવ્યા વિઝા કન્સલ્ટન્સી અમદાવાદના બનાવેલ રબર સ્ટેમ્પ મળી આવ્યા છે.

બે લોકોને પતિ પત્ની બનાવીને વિદેશ મોકલવાના હતા

જેનો ઉપયોગ બોગસ દસ્તાવેજ બનાવવા માટે થતો હતો. જ્યારે આરોપી રાજુ પ્રજાપતિ ના ખોટા નામ રાજેન્દ્ર ભીખાભાઇ પટેલના નામે એક્સિસ બેન્ક માં આવેલ એકાઉન્ટ ની પાસબુક પણ કબજે કરવામાં આવી છે.પોલીસ તપાસમાં એ પણ હકીકત સામે આવી છે કે આરોપીઓ જે બે લોકોને પતિ પત્ની બનાવીને વિદેશ મોકલવાના હતા તેમની સાથે અન્ય બે બાળકોને તેમના જ બાળકો હોવાનું દર્શાવી ને વિદેશ મોકલવાની ફિરાકમાં હતા.આ બંને બાળકો ના મૂળ માતા-પિતા અગાઉ આરોપી હરેશ પટેલ મારફતે અમેરિકા પહોંચ્યા છે.

78 પાસપોર્ટમાં ઓરીજીનલ કે ડુપ્લીકેટ કેટલા છે જેની તપાસ શરૂ કરી

આરોપી પરેશ પટેલે અત્યાર સુધીમાં ગેરકાયદેસર 28 થી 30 કુટુંબોને અમેરિકા મોકલી ને એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા મેળવ્યા હોવાનો ખુલાસો થયો છે..જો કે કબૂતરબાજી રેકેટમાં પાસપોર્ટ કચેરી થી લઈ અનેક સરકારી કર્મચારી સંડોવણી શકા થઈ રહી છે કારણકે આરોપી એજન્ટ હરેશ પટેલના ઘરે થી મળી આવેલ 78 પાસપોર્ટમાં ઓરીજીનલ કે ડુપ્લીકેટ કેટલા છે જેની તપાસ શરૂ કરી છે.

ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરવામાં આવશે

પોલીસ તપાસમાં બહાર આવેલી દિલ્હીના એજન્ટ મેક્સિકોના એજન્ટ સાથે સંપર્કમાં હતા તેઓની શોધખોળ શરૂ કરી છે. જ્યારે હવે પોલીસ દ્વારા અગાઉ એજન્ટ દ્વારા જે લોકોને વિદેશ મોકલી આપવામાં આવ્યા છે તેઓની તપાસ માટે ઇન્ડિયન એમ્બેસી અમેરિકા એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાણકી વાવ ઐતિહાસિક નજરાણું, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: સીએમ ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઇકલ ઉદ્યોગની કફોડી હાલત, 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર લોકો બેકાર બન્યા

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">