રાણકી વાવ ઐતિહાસિક નજરાણું, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: સીએમ ભૂપેન્દ્ર પટેલ

રાણકી વાવ ઐતિહાસિક નજરાણું, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: સીએમ ભૂપેન્દ્ર પટેલ
Gujarat Cm Bhupendra Patel Visti Ranki Vav Patan

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું જે ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યુનેસ્કો દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Feb 20, 2022 | 5:40 PM

યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેઝ(World Heritage)  સાઇટમાં સ્થાન પામેલી વિશ્વ વિરાસત ગુજરાતની  પાટણની રાણ કી  વાવની(Rani Ki Vav)  મુલાકાત પૂર્વે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel )  વિશ્વ વિરાસત માં તાજેતરમાં સ્થાન મેળવેલા ધોળાવીરા ની પણ ગત સપ્તાહે કચ્છમાં મુલાકાત લીધી હતી.સીએમ  ભૂપેન્દ્ર પટેલે આ રાણકી વાવ ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે

ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યુનેસ્કો દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.આવનારા દિવસોમાં આવા વિરાસત સ્થાનોને યોગ્ય માન સન્માનથી  નરેન્દ્ર ના નેતૃત્વમાં દિવ્ય અને ભવ્ય ભારત નું નિર્માણ થશે તેવી તેમણે કામના કરી હતી.

મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા પ્રદેશ સંગઠનના મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રભારી ગોવિંદભાઈ પટેલ તથા સંગઠનના બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર સહિતના અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે. રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ સમયમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.આ વાવ ૬૪ મી. લાંબી,૨૦ મી.પહોળી અને ૨૭ મી.ઊંડી આ વાવ જયા પ્રકારની વાવ છે.વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે

આ પણ વાંચો : Patan ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા મંદિર સ્મારકના સીએમ ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા

આ પણ વાંચો : ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઇકલ ઉદ્યોગની કફોડી હાલત, 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર લોકો બેકાર બન્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati