AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: રાત્રે પડેલા ભારે વરસાદ બાદ સવારે તારાજીના દૃશ્યો સામે આવ્યાં

પ્રહલાદનગર રોડ ઉપર એક પરિવારે આખી રાત રસ્તા પર કારમાં વિતાવવી પડી હતી. વેજલપુર વિસ્તારમાં રહેતા મુકુંદભાઈ તેમની પત્ની અને બે બાળકીઓ સાથે રાત્રે 10 વાગ્યાથી હજી પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે.

Ahmedabad: રાત્રે પડેલા ભારે વરસાદ બાદ સવારે તારાજીના દૃશ્યો સામે આવ્યાં
desolation in Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 9:43 AM
Share

અમદાવાદ (Ahmedabad) માં રવિવારની રાત્રે પડેલા ભારે વરસાદે (Rain) મોટા પ્રમાણમાં તારાજી (Desolation) સર્જી છે. રાત્રીના સમયે મોટા ભાગના રસ્તા પાણીમાં ગરકાવ થયા હોવાના દૃશ્યો સામે આવ્યાં હતાં પણ વાસ્તવિક સ્થિતિ સવારે જોવા મળી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી પલળી ગઈ છે. અનેક સોસાયટીઓમાં સવારે પણ પાણી ભરાયેલાં છે. તો ઠેર ઠેર રસ્તા ઘોવાઈ ગયા છે. મોડી રાત્રે ઘરે જવા નીકળેલા અસંખ્ય લોકોના વાહનો રસ્તામાં જ બંધ પડી જતાં મહા મુસિબતે ઘરે પહોંચ્યાં હતાં. સવારે પણ અનેક રસ્તા પાણીમાં ગરકાવ છે. ઠેર ઠેર વૃક્ષો પડી જતાં રસ્તા બંધ થઈ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયાં છે.

ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું. દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી ભરાઈ ગયાં છે. પ્રહલાદનગર વિસ્તારમાં વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાર્કિંગમાં ઊભેલી અનેક કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

પ્રહલાદનગર રોડ ઉપર એક પરિવારે આખી રાત રસ્તા પર કારમાં વિતાવવી પડી હતી. વેજલપુર વિસ્તારમાં રહેતા મુકુંદભાઈ તેમની પત્ની અને બે બાળકીઓ સાથે રાત્રે 10 વાગ્યાથી હજી પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. રાત્રે ૩ વાગે ફરીથી વરસાદ પડતા પાણી વધુ ભરાયાં હતાં. રાત્રે ખાધા પીધા સિવાય આખી રાત પરિવારે રસ્તા ઉપર જ વિતાવી હતી. વરસાદી પાણી ભરાવવાને કારણે પ્રહલાદ નગર રોડ બંધ છે. મોડી રાત્રે પડેલા વરસાદ બાદ પ્રહલાદનગર રોડ પર પાણી ફરી વળતાં રસ્તો બંધ છે. રસ્તા પર બહારથી આવેલા લોકો અને પોતાના કામ માટે જવા નીકળેલા લોકો પણ અટવાયાં છે. વહેલી સવારે નોકરી ધંધા માટે ઘરેથી નીકળેલા લોકો રસ્તા પર ભરાયેલાં પાણી કારમે અટવાી ગયાં હતાં.

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
g clip-path="url(#clip0_868_265)">