ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરુ, 28 જૂન સુધીમાં કરવાનું રહેશે રજીસ્ટ્રેશન

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ અને કોમર્સ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરુ, 28 જૂન સુધીમાં કરવાનું રહેશે રજીસ્ટ્રેશન
Gujarat University (FIle Image)

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) હેઠળ BCOM, BBA, BCA સહિતના કોમર્સના વિવિધ અભ્યાસની 40 હજારથી વધુ બેઠક છે. જેના માટે વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Dipen Padhiyar

| Edited By: Tanvi Soni

Jun 21, 2022 | 2:32 PM

ધોરણ 12નું પરિણામ જાહેર થયાને ઘણા દિવસો વીતી ચુક્યા છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) આર્ટ્સ-કોમર્સ, બીબીએ, બીસીએ, સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ (Students) ઘણા દિવસથી પ્રવેશની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે યુનિવર્સિટીના સત્તાધિશોએ પ્રથમ વર્ષમાં પ્રવેશની જાહેરાત કરતા વિદ્યાર્થીઓને રાહત થઈ છે. જે માટે વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન (Online Registration) કરવાનું રહેશે.

આટ્ર્સ-કોમર્સનો પ્રવેશ કાર્યક્રમ જાહેર

ગુજરાત યુનિવર્સિટી હેઠળ BCOM, BBA, BCA સહિતના કોમર્સના વિવિધ અભ્યાસની 40 હજારથી વધુ બેઠક છે. જેના માટે વિદ્યાર્થીઓએ 28 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ મેરીટ જાહેર થશે અને 20 જુલાઈથી સેમેસ્ટર -1ના વર્ગ શરૂ થશે. પ્રવેશ લેવા માગતાં વિદ્યાર્થીઓ રૂ.125 ઓનલાઈન ફી સાથે 27મી સુધી ફોર્મ ભરી શકશે. કોમર્સનું પ્રોવિઝનલ મેરિટ 4 અને આર્ટસનું પ્રોવિઝનલ મેરિટ 5મી જુલાઈએ જાહેર થશે અને આજ દિવસે વિદ્યાર્થીઓને કોઈ ક્વેરી હોય તો તે ઓનલાઈન રજૂ કરી શકશે.

વાંધો રજુ કરવા માટે 4થી 6 જુલાઈ સુધી સમય અપાશે

યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટેનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તે મુજબ અંતિમ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ 12 જુલાઈએ કરવામાં આવશે. 12 અને 13 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફીલિંગ કરાશે. 15 જુલાઈથી પ્રથમ રાઉન્ડ માટે કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે. 20 જુલાઈથી સેમેસ્ટર 1ના વર્ગ શરૂ થશે. કોમર્સની 40 હજાર જેટલી બેઠક માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે જે 28મી જુન સુધી કરી શકાશે.

કોમર્સમાં મેરીટમા ભુલ જણાય તો વિદ્યાર્થીઓને વાંધો રજુ કરવા માટે 4થી 6 જુલાઈ સુધી સમય અપાશે અને ફાઈનલ મેરીટ 12મી જુલાઈએ જાહેર થશે અને પ્રથમ રાઉન્ડના પ્રવેશ 15મી જુલાઈએ ફાળવવામાં આવશે. કોમર્સના પ્રથમ વર્ષમાં શૈક્ષણિકકાર્ય 20મી જુલાઈથી શરૂ થઈ જશે.

રજીસ્ટ્રેશન કરવા માટે 8 દિવસનો સમય ફાળવવામાં આવ્યો

ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ઓનલાઈન પરિણામના 15 અને માર્કશીટ વિતરણ થયાના અઠવાડીયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ-કોમર્સ અભ્યાસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ત્યારે હવે રજીસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓએને 8 દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati