Ahmedabad: Gymમાં જતા પહેલા સાવધાન, ટ્રેનરે યુવતી પાસે માગ્યા બિભિત્સ ફોટા, આરોપીની ધરપકડ
આરોપીએ યુવતીની એકલતાનો ફાયદો લઈ તેને શારીરિક અડપલા કર્યા હતા, આ ઘટનાની જાણ યુવતીએ તેના પતિને કરતા તેને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપી નિલેશ ચૌહાણની ધરપકડ કરી હતી.
પોલીસ કસ્ટડીમાં રહેલ નિલેશ ચૌહાણને જીમ ટ્રેનરની આડમાં યુવતીઓ સાથે શારીરિક છેડછાડ કરતો હતો. ચાંદખેડાની એક યુવતીએ ફરિયાદ નોંધાવતા જ જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા ફાંડો ફૂટ્યો હતો.
ઘટના કંઈક એવી છે કે ચાંદખેડાની 28 વર્ષીય પરણીત યુવતીએ M. A. F ફિટનેસ જીમમાં કસરત માટે સવારના સમયે જતી હતી. આ યુવતીનો જીમ ટ્રેનર નિલેશ ચૌહાણની યુવતી પર નજર બગડી હતી. 21 મેના રોજ યુવતી જીમમાં સવારે લિફ્ટમાં જઈ રહી હતી, ત્યારે નિલેશ એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કર્યા હતા, જેનાથી યુવતી ગભરાઈને લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, યુવતીએ આ ઘટનાની જાણ કોઈને કહી ન હતી, જેથી આરોપી નિલેશની હિંમત વધતા 23 મેના રોજ યુવતી ના વજનની ચકાસણી નામે નગ્ન ફોટાની માંગ કરી હતી.
સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો
યુવતીએ ફોટો આપવાની મનાઈ કરતા નિલેશ યુવતીને લિફ્ટમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક અડપલા કર્યા હતા. જેથી યુવતીએ ઘટનાની જાણ પતિને કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મિત્રતા કેળવીને પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો
પકડાયેલ આરોપી નિલેશ ચૌહાણ ચાંદખેડાનો રહેવાસી છે અને છેલ્લા 8 મહિનાથી MAF ફિટનેસ જીમમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરે છે. યુવતી 10 દિવસ પહેલા જ આ જીમમાં ફિટનેસ માટે જોડાઈ હતી. નિલેશે તેની સાથે મિત્રતા કેળવીને પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ કોઈ જવાબ નહીં આપતા આરોપી નિલેશે તેને પામવા અશ્લીલ હરકતો શરૂ કરી હતી. પરંતુ યુવતીએ જીમ ટ્રેનરનો વિરોધ કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નિલેશ ચૌહાણની ધરપકડ કરી છે.
આરોપી નિલેશે અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું
નોંધનીય છે કે ચાંદખેડામાં ફિટનેટ્સ માટે જતી યુવતી સાથે થયેલી છેડતીની આ બીજી ઘટના સામે આવી છે. જેથી હવે જીમમાં યુવતીઓ સલામત નથી જે સ્પષ્ટ પણે દેખાય છે. જેથી હવે યુવતીઓએ પોતાની સેફટી માટે મહિલા જીમ ટ્રેનર પાસેથી ફિટનેસની ટ્રેનિંગ મેળવવી જોઈએ. હાલ આ કેસમાં આરોપી નિલેશએ અન્ય કોઈ યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો