Ahmedabad સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 49 આરોપીઓને આજે કોર્ટ સંભળાવશે સજા
વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
વર્ષ 2008 અમદાવાદ(Ahmedabad) સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast) કેસમાં મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે(Special Court) ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મૃત્યુ થયા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં..
આજથી 13 વર્ષ પહેલા એટલે વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી અમદાવાદની ધરા ધ્રુજી ઉઠી હતી. શહેરમાં લગભગ 20 જેટલા સ્થળો પર એક પછી એક શ્રેણીબદ્ધ ધડકાઓ સાથે અમદાવાદ શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાઈદિન ધ્વારા સ્વીકારવામાં આવી હતી અને આ બ્લાસ્ટ કરવા પાછળનું એક માત્ર કારણ હતું કે વર્ષ 2002 માં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે થઈને આ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું મહત્વની બાબત આ બોમ્બ બ્લાસ્ટમાં સામે એ વાત આવી હતી કે સો પહેલી વખત ઇન્ડીયન મુજાઇદીન નું મોડ્યુલ સામે આવ્યું હતું અને આ મોડ્યુઅલ સામે આવતાની સાથે જ ખાસ ચુનિદા અધિકારીઓની ટીમ તાત્કાલિક બનાવવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી હતી
સમગ્ર કેસમાં હજુ પણ 8 આરોપી પોલીસ હજુ શોધી રહી છે
26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી.આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો છે જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે.. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે.
કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં થઈ હતી રજૂ
અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 246 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં દારૂ પી જેની ઉપર કાવતરુ રચવાનો આરોપ હતો એ અયાઝ સૈયદ જેણે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી. આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.
કોરોનામાં કેસ ઓનલાઈન કરવામાં આવ્યો હતો
કોરોના ને કારણે કોર્ટ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી.. આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું થાય છે.. એટલે 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણીએ તો 3,47,800 પેજ થાય છે.. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો…
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત આરોપીના નામ
2, ઇમરાન ઈબ્રાહીમ શેખ |
3, ઇકબાલ કાસમ શેખ |
4, સમસુદ્દીન શાહબુદ્દીન શેખ |
5, ગ્યાસુદ્દીન અબ્દુલ અલીમ અન્સારી |
6, મોહંમદ આરીફ મોહંમદ કાગઝી |
7, મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાલા |
8, યુનુસ મોહંમદ ભાઈ મન્સૂરી |
9, કમરૂદ્દીન ઉર્ફે રાજા ચાંદ મોહંમદ |
10, આમીલ પરવાજ કાજી સૌફૂદ્દીન |
11, સિબલી ઉર્ફે સાબિત અબ્દુલકરીમ |
12, સફદર જહીરૂદ્દીન નાગોરી |
13, હાફીજ્હુસેન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન |
14, મોહંમદ સાજીદ ઉર્ફે સલીમ ગુલામ ખ્વાજા મન્સૂરી |
૧૫ અબુબસર શેખ |
16, અબ્બાસ ઉંમર સમેજા |
18, જાવેદ અહેમદ સગીર અહેમદ શેખ |
20, અતિકુરરહેમાન ઉર્ફે અતીફ અબ્દુલહકીમ ખીલજી |
21, મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ અન્સારી |
22, ઇમરાન અહેમદ ઉર્ફે રાજા |
24, ઉંમર ઉર્ફે અશોક |
25, સલીમ ભાઈ ઉર્ફે ઉંમર |
28, અફઝલ ઉર્ફે અફસર મુતલીબ ઉસ્માની |
30, મોહંમદસાદિક ઉર્ફે યાસીર ઉર્ફે ઇમરાન |
૩૧, મહંમદ આરીફ બદરુદ્દીન શેખ |
32, આસિફ ઉર્ફે હસન |
35, રફીયુદ્દીન સરફૂદ્દીન કાપડિયા |
36, મહંમદ આરીફ મિર્ઝા |
37, કયામુદ્દીન ઉર્ફે મુસા કાપડિયા |
38, મોહંમદસૈફ શેખ |
39, જીસાન અહેમદ |
40, ઝીયાઉર રહેમાન |
42, મોહંમદ શકીલ લુહાર |
43, અનિક સૈયદ |
44, મોહંમદ અકબર ઈસ્માઈલ ચોધરી |
45, ફઝલે રહેમાન દુરાની |
46, મોહંમદ નૌસદ સૈયદ |
47, અહેમદ બાવા બરેલવી |
૪૮, ઇટી સૌનુદ્દીન મોહંમદ |
49, સરફૂદ્દીન ઉર્ફે શરીફ |
50, સૈફૂર રહેમાન અન્સારી |
59, મોહંમદ અનસાર |
60, સાદુલી ઉર્ફે હારીસ |
63, મોહંમદ તનવીર પઠાણ |
66, મોહંમદ સફીક અન્સારી |
69, આમીન ઉર્ફે રાજા શેખ |
70, મોહંમદ મોબીન સકુરખાન |
74, મોહંમદઅબરાર મનીયાર |
75, મોહમ્મદ રફીક આફ્રીદી |
78, તોસીફખાન અતીફ પઠાણ |
આ નંબરના આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેને આજે સજા સંભળાવવામાં આવશે.
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.
આ પણ વાંચો : Surat: પાંડેસરામાં કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત
આ પણ વાંચો : Kutch : મંદિરમાં ચોરી કરતી ગેંગ સક્રિય, મોટા મંદિરોમાં 10 ચોરીના ભેદ હજુ પણ વણ ઉકલ્યા