Ahmedabad: સસ્તા સોનાની લાલચમાં ચેન્નાઈના દંપતી સાથે 42 લાખની ઠગાઈ, પોલીસે બંનેે આરોપીને ભૂજથી પકડી લીધા

આરોપી અમિત રાજગોર ફેસબુક પર સસ્તું સોનુ મેળવા માટે એક વીડિયો પોતાના નંબર સાથેનો પોસ્ટ કર્યો હતો અને ચેન્નઈના સી.એ કિરણકુમાર પટનાયકે વીડિયો જોઈએ આરોપી અમિતનો સંપર્ક કર્યો હતો.

Ahmedabad: સસ્તા સોનાની લાલચમાં ચેન્નાઈના દંપતી સાથે 42 લાખની ઠગાઈ, પોલીસે બંનેે આરોપીને ભૂજથી પકડી લીધા
police nabbed both accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 21, 2022 | 5:55 PM

હિન્દીમાં એક કહેવત છે કે “લાલચ બહુત બુરી બલા હે” એક વખત માણસના મનમાં કોઈ વસ્તુ માટે લાલચ ઘર કરી જાય ત્યારે તે વ્યક્તિ નફો નુકસાન નથી જોતો અને આવું જ બન્યું હતું ચેન્નઈ (Chennai) ના એક સી.એ. દંપતી સાથે. જેણે સસ્તામાં સોનું (Gold) ખરીદવાની લાલચે 43 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જોકે પોલીસે (Police) કચ્છ (Kutch) માં ભુજથી બે ઠગ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

ચેન્નાઈના દંપતીને ઠગનારા આરોપી અમિત રાજગોર અને અશરફ ખત્રીને પોલીસે પકડી પાડ્યા છે. આરોપી મૂળ ભુજના અને બેકાર છે, પણ કામ ઠગાઇ આચરવના કરે છે. ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી અમિત રાજગોર ફેસબુક પર સસ્તું સોનુ મેળવા માટે એક વીડિયો પોતાના નંબર સાથેનો પોસ્ટ કર્યો હતો અને ચેન્નઈના સી.એ કિરણકુમાર પટનાયકે વીડિયો જોઈએ આરોપી અમિતનો સંપર્ક કર્યો હતો. જે બાદ સોનુ 10 ટકા ઓછી કિંમત આપવાનું કહી ચેન્નઈથી દંપતીને અમદાવાદ ઓગણજ 28 ફેબ્રુઆરીના રોજ બોલાવીને 100 ગ્રામ સોનાનું બિસ્કિટ 4.30 લાખ રૂપિયામાં આપ્યું હતું. જે સોનાનું બિસ્કિટ તપાસ કરાવતાં બરાબર નીકળ્યું હતું. જેથી ચેન્નઈના સી.એ દંપતી લાલચ જાગી ઠગ અમિત સંપર્ક કરી 1કિલો સોનુ માગ્યું હતું. 12 માર્ચના રોજ દંપતી ચેન્નઈથી અમદાવાદ બોલાવી 43 લાખ રૂપિયા લઈ સોનાના બિસ્કિટ આપ્યા વગર બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સસ્તું સોનુ આપવા બન્ને ઠગ નંબર પ્લેટ વગરની ગાડી લઈ ચેન્નઈના દંપતીને ગાડીમાં બેસાડી પૈસા લઈ કહ્યું કે બીજી ગાડીમાં માણસ સોનું આપવા આવે છે તેમ કહી ભાગી ગયા હતા. જે બાદ સોલા પોલીસે ફોન નંબરના આધારે તપાસ કરતા ભુજના વતની નીકળ્યા હતા. જેથી અમિત રાજગોર અને અસફર ખત્રીની ધરપકડ કરી અને પૂછતાછ કરતા સામે આવ્યું કે પૈસાની જરૂરિયાત હોવાથી બન્ને છેતરપીંડી કરી હતી. જોકે ઠગાઇના પૈસા બન્ને ભાગ પાડી દીધો હતો. આરોપી અમિત બુકી હોવાથી જુગારમાં પૈસા ઉડાવ્યા છે અને અશરફે મોજશોખમાં પૈસા વાપર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસે 15 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી છે.

આ પણ વાંચો

પકડાયેલ બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ શરૂ કરી છે કે અન્ય કોઈ લોકો સાથે છેતરપીંડી આચરી છે કે કેમ.? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">