Kutch: લમ્પી વાયરસનો વધતો ખતરો, અનેક પશુઓમાં જોવા મળી લમ્પીની અસર

સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. લખપત તાલુકાને બાદ કરતા કચ્છના તમામ તાલુકામાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને અસર પહોંચી છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 20, 2022 | 11:47 AM

સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં લમ્પી વાયરસનો (Lumpy Virus) કહેર જોવા મળી રહ્યો છે. લખપત તાલુકાને બાદ કરતા કચ્છના તમામ તાલુકામાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને અસર પહોંચી છે. ગાયોમાં લમ્પી વાયરસ દેખાતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે. પશુપાલકોનું કહેવું છે કે, આ વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા છે. સાથે જ દૂધનું ઉત્પાદન પણ ઘટ્યું છે. જેથી પશુપાલકોએ પશુપાલકોએ રસીકરણ ઝુંબેશ વધારવાની સાથે સરકાર વળતર આપે તેવી પણ માંગ કરી છે.

બીજી તરફ લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે વહીવટી તંત્રે પણ રસીકરણ તેજ બનાવ્યું છે. પશુપાલન અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, કચ્છમાં અત્યાર સુધી 5,549 કેસો સામે આવ્યા છે અને 64755 પશુઓને રસીકરણ કરી દેવાયુ છે. પશુઓના રસીકરણ માટે સરકાર તરફથી 10 લાખની ગ્રાન્ટ પણ ફાળવાઈ છે.

પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. 1962 પર ફોન કરવો

જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. 1962 પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati