રાહતના સમાચાર : અમદાવાદ એરપોર્ટ પર યુકે અને સિંગાપુરથી આવેલા 228 યાત્રીઓ કોરોના નેગેટિવ
ઓમીક્રોનની દહેશત વચ્ચે રાહતના સમાચાર એ છે કે મંગળવારે યુકે અને સિંગાપોરથી આવેલા 228 પેસેન્જરોનો આરટીપીઆર(RTPCR) ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
ગુજરાતમાં(Gujarat)ઓમીક્રોન(Omicron)વેરીએન્ટની એન્ટ્રી બાદ રાજ્યના તમામ એરપોર્ટ (Airport) પર સતર્કતા વધારી દેવામાં આવી છે. જેમાં સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ પર પણ હાઇ રિસ્ક દેશોમાંથી આવતા લોકોનો ફરજીયાત આરટીપીઆર(RTPCR) ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે મંગળવારે યુકે અને સિંગાપુરથી આવેલા 228 પેસેન્જરોનો આરટીપીઆર(RTPCR) ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
જેના પગલે આ તમામને ઘરે જવા દેવામાં આવ્યા છે તેમજ તેમને સાત દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં મંગળવારે 7 ઈન્ટરનેશનલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. જેમાં લંડન અને સિંગાપોર ઉપરાંત દોહા, અબુધાબી, કુવૈત, દુબઈની ફ્લાઈટમાં 1300 પેસેન્જરો અમદાવાદ પહોંચ્યા હતા.
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનને(Omicron)લઈને સરકાર સતર્ક બની છે. જેની સાથે જ અમદાવાદ(Ahmedabad)એરપોર્ટ(Airport)પર પણ ઓમીક્રોન સંક્રમણથી પ્રભાવિત 12 દેશોમાંથી આવતા પ્રવાસીને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
જેમાં એરપોર્ટ પર જ 12 દેશોમાંથી આવતા લોકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટની સાથે સાથે હવે તેમની માટે એરપોર્ટ પર જ અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ લોકોના ટેસ્ટિંગ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. જેના લીધે નવા વેરીએન્ટના સંભવિત સંક્રમણથી લોકોને બચાવી શકાય.
જો કે અમદાવાર એરપોર્ટ પર પણ કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેમાં નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવતા પ્રવાસીઓએ એર સુવિધા ઓનલાઈન પોર્ટલ ઉપર પાછલા 14 દિવસના પ્રવાસની વિગતો અંગે સેલ્ફ ડેકલેરેશન કરવાનું રહેશે. તેમના પાસપોર્ટની નકલ, કોવિડનો RT-PCR ટેસ્ટનો લેટેસ્ટ કોવિડ નેગેટીવ રિપોર્ટ બતાવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા વેરિઅન્ટના ભય વચ્ચે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં નવા વેરિઅન્ટ ધરાવતા દેશોના પ્રવાસેથી આવેલા મુસાફરોના એરપોર્ટ(Airport)પર જ આરટીપીસાર( RTPCR)ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 12 દેશોમાં યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ચીન, ન્યુઝિલેન્ડ, હોંગકોંગ, બોત્સવના,મોરિસસ અને ઝિંમ્બાબવેનો સમાવેશ કરાયો છે.
આ પણ વાંચો : અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક
આ પણ વાંચો : SURAT : સ્મીમેર હોસ્પિટલમાં 150 કોન્ટ્રાક્ટ કર્મચારીને છૂટા કરાતા વિરોધ પ્રદર્શનો