અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને કસ્ટમે સંયુક્ત તપાસ તેજ કરી છે. જેમાં ડ્રગ્સ નેટવર્ક મામલે આ મકાન માલિકની પૂછપરછ કરવામાં આવશે.મહત્વનું છે કે વંદિત પટેલ ડાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગ્સ મંગાવતો હતો

અમદાવાદ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં પોલીસને વધુ એક કડી મળી, આ રીતે ચલાવાતું હતું ડ્રગ્સ નેટવર્ક
drug network
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 5:00 PM

અમદાવાદના(Ahmedabad)બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સના(Drugs)મામલે પોલીસને વધુ એક કડી હાથ લાગી છે. ડ્રગ્સનો મુખ્ય આરોપી વંદિત પટેલ અને તેની ગેંગ બંધ મકાનના એડ્રેસ(Address) પર ડ્રગ્સ મંગાવતા હોવાનું ખુલ્યુ છે.. જેને લઈ અમદાવાદમાં 20 થી વધુ એડ્રેસ પર ડ્રગ્સ મગાવનાર મકાન માલિકને પોલીસે(Police)નોટિસ ફટકારી છે.

તેમજ ડ્રગ્સ નેટવર્ક મામલે આ મકાન માલિકની પૂછપરછ કરવામાં આવશે.મહત્વનું છે કે વંદિત પટેલ ડાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગ્સ મંગાવતો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જુદા જુદા એડ્રેસ પર કુરિયરથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. એવામાં ડ્રગ્સને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને કસ્ટમે સંયુક્ત તપાસ તેજ કરી છે…અને ડ્રગ્સ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ FBIનો પણ સંપર્ક કરશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના(Ahmedabad)બોપલ ડ્રગ્સ(Bopal Drugs)કેસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં ડ્રગ્સ કેસના તાર છેક અમેરિકા(America)સુધી પહોંચ્યા છે. જેમાં આરોપી વંદીત પટેલે કબૂલ કર્યું છે કે તેણે કેલિફોર્નિયાના એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેમજ કસ્ટમ(Custom)દ્વારા વંદીત પટેલે મંગાવેલ પાર્સલ અંગે ખુલાસો કર્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેમાં આ કેસમાં હવે કસ્ટમ વિભાગ સક્રિય થયું છે. જેમાં કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વંદીત પટેલે 1000 થી વધુ પાર્સલ એર કાર્ગોથી મંગાવ્યા હતા. તેમજ તેમાંથી 800 થી વધુ પાર્સલ છોડાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ બજારમાં ફરતું કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસમાં 70થી વધુ હાઈ પ્રોફાઈલ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.વંદીત પટેલ અને તેની ગેંગ પાસેથી ડ્રગ્સ મેળવનારાઓની તપાસ કરવામાં આવી રહી છે.ડ્રગ્સ લઈ નશો કરનારા લોકોની તપાસ પણ કરાઈ રહી છે…પોલીસ તપાસમાં શહેરના બે જાણીતા બિલ્ડરના દીકરાના નામ પણ ખુલ્યા છે.

જૈ પૈકી એક નબીરાની પૂછપરછ પોલીસે કરી છે.અમદાવાદ ગ્રામ્ય SOGએ પકડેલા 4 ડ્રગ્સ પેડલરની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.. એરકાર્ગોથી બે વર્ષમાં 300થી વધુ પાર્સલ મગાવ્યાનું સામે આવ્યું છે.. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગાવી આશરે 100 કિલોથી વધુનું ડ્રગ્સ વેચ્યું છે.

આરોપી વંદિત પટેલે અમદાવાદ, કલોલ, જયપુર અને ઉદેપુરના 50થી વધુ સરનામા પર 10 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની ડિલિવરી મેળવી હોવાની કબૂલાત કરી છે. જેમાંથી 4 કરોડના વ્યવહાર ઈથરીયમ, લાઈટકોઈન, બિટ કોઈન જેવી ક્રિસ્ટોકરન્સી મારફતે ચૂકવ્યા હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. સાથે જ વંદિતે મંગાવેલા 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ વિભાગે કબ્જે કર્યા છે. જે પાર્સલ પણ પોલીસે કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad : સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે આવક વેરા વિભાગના ધામા

આ પણ વાંચો : Gram Panchayat Election : ઘોઘા તાલુકાનું અવાણીયા ગામ સમરસ બન્યું, ભોજપરા ગામમાં યોજાશે ચૂંટણી

g clip-path="url(#clip0_868_265)">