AHMEDABAD : પશ્ચિમ રેલ્વે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે, પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વર્ચુઅલ કાર્યક્રમોનું આયોજન

AHMEDABAD : પર્યાવરણ સંરક્ષા અને પર્યાવરણ સંરક્ષણના પગલાની જરૂરિયાત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

AHMEDABAD :  પશ્ચિમ રેલ્વે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે, પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વર્ચુઅલ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવે દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 04, 2021 | 8:15 PM

AHMEDABAD : પર્યાવરણ સંરક્ષા અને પર્યાવરણ સંરક્ષણના પગલાની જરૂરિયાત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોવિડ પરિસ્થિતિના હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે આ વર્ષની થીમ ‘पारिस्थितिकी तंत्र की बहाली’ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ અંતર્ગત વેબિનાર, વર્ચુઅલ ડ્રોઇંગ અને પેઇન્ટિંગ સ્પર્ધાઓ તેમજ ઇકોસિસ્ટમને પુન:સ્થાપિત કરવાના પગલાં માટે પશ્ચિમ રેલ્વેના મંડળો / એકમોનો સન્માન કરવાનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ જનરલ મેનેજર આલોક કંસલના નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલ્વે દ્વારા પર્યાવરણીય નુકસાનને ઘટાડવા અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ પહેલ કરવામાં આવી છે. અને અપેક્ષિત પરિણામો પણ પ્રાપ્ત થયા છે. પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે તમામ COVID સલામતી પ્રોટોકોલ્સને અનુસરીને વેબિનાર વગેરેના માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે.

સુભાજિત મુખર્જી, સ્થાપક, મિશન ગ્રીન મુંબઇ પશ્ચિમ રેલ્વે દ્વારા આયોજિત ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન / રેઇન વોટર કન્સર્વેઝન પર વેબિનારને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં તમામ મંડળના વિભાગાધ્યક્ષો, ડિવિઝનલ રેલ્વે મેનેજરો, ચીફ ફેક્ટરી મેનેજરો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. જનરલ મેનેજર આલોક કંસલ પશ્ચિમ રેલ્વે પર તાજેતરમાં અમલમાં મૂકાયેલી પર્યાવરણ મૈત્રીપૂર્ણ પહેલ જેવા કે રેઈન વોટર હાર્વેસ્ટિંગ, જળ નિકાય / ગાર્ડનનું સંરક્ષણ, સ્વચાલિત કોચ વોશિંગ મશીન વગેરેનું ઉદઘાટન કરશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આપણા ઇકોસિસ્ટમના રક્ષણ માટે મંડળો દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં અને પ્રયત્નો અને તેની પુન:સ્થાપનામાં રેલ્વે દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા અંગે રજૂઆત કરવામાં આવશે. રેલ્વે કર્મચારીઓમાં હરિત પહેલની ભાવનાને ઉત્તેજીત કરવા અને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેવી જ રીતે હરિત પહેલ અંગે રેલ્વે કર્મચારીઓના પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કરવાના દૃષ્ટિકોણથી વર્ચુઅલ માધ્યમ દ્વારા ડ્રૉઇંગ અને ચિત્રકામની સ્પર્ધા પણ યોજવામાં આવશે. જેનો વિષય હશે- જંગલો બચાવો, વાતાવરણ બદલો, આપણી જૈવ-વિવિધતા સાચવો. સંરક્ષણ, રીડયુઝ, રીયુઝ અને રીસાઇકલ. વર્ચુઅલ મોડ દ્વારા એન્ટ્રી એકત્રિત કરવામાં આવશે અને પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ તનુજા કંસલ દ્વારા વિજેતાઓને ઑનલાઇન મોડ દ્વારા એવાર્ડ એનાયત કરવામાં આવશે.

સુમિત ઠાકુરે વધુમાં માહિતી આપી કે મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે પેસેંજર એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર જાગૃતિ સંદેશાઓ ફેલાવવામાં આવશે. શોર્ટ વિડિઓ ક્લિપ્સ, જાગૃતિ ઇ-પોસ્ટર્સ અને ઇ-બેનરો, રેલ્વે સ્ટેશન અને રેલ્વે પરિસરમાં ડિજિટલ સ્ક્રીનો પર પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ પર્યાવરણીય સંરક્ષણના સંદેશાના પ્રચાર માટે પશ્ચિમ રેલ્વેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક વેબ કાર્ડ્સ પણ પોસ્ટ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">