Breaking News : અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, જુઓ વીડિયો

|

Apr 17, 2024 | 5:07 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત નિપજ્યાં છે.

Breaking News : અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, જુઓ વીડિયો

Follow us on

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદ – વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો છે.

 

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

મળતી માહિતી અનુસાર કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. તે સમયે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા તાત્કાલિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનુ પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. ટ્રેલર સાથે અથડાયેલી કાર કિરણ ગીરીશભાઈ ભટ્ટના નામે હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રોડની બાજુમાં ઉભેલા ટ્રેલર સાથે અર્ટિગા કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર ઓવર સ્પીડ હોવાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ છે.

રાજ્યમાં 2 દિવસ અગાઉ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા

બીજી તરફ બે દિવસ અગાઉ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા.  તેમજ કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું હતુ. સુરેન્દ્રનગરમાં એક ટેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં બંને વાહનોના ડ્રાઇવરો ભડથું થતા મોત નીપજ્યું.

બીજી તરફ, ડાંગમાં ઘાટ પરથી નીચે ઉતરતા દરમિયાન ટ્રક ખાબકી ગઈ હોવાથી ડ્રાઇવર અને ક્લીનરનું મોત થયું.  આ તરફ ધંધુકામાં આવેલા પીપળી-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો મોતને ભેટ્યા હતા.  તો ભાવનગરમાં અજાણ્યા વાહને 7 યાત્રાળુઓને અડફેટે લેતા 3 લોકોના મોત થયા હતા.

Published On - 3:42 pm, Wed, 17 April 24

Next Article