AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : પાલડી શિશુ ગૃહની બે બાળકીઓને મળ્યો નવો પરિવાર, પરિવારજનોમાં ખુશાલી

પાલડી શિશુ ગૃહમાં યોજાયેલ બાદ દત્તક આપવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલ અંજલિ મહેતા એવા નેહા મહેતા હાજર રહ્યા.

અમદાવાદ : પાલડી શિશુ ગૃહની બે બાળકીઓને મળ્યો નવો પરિવાર, પરિવારજનોમાં ખુશાલી
બે બાળકીઓને દત્તક લેવાઇ
Darshal Raval
| Edited By: | Updated on: Nov 27, 2021 | 3:45 PM
Share

એક તરફ લોકો બાળકોને તરછોડી રહ્યા છે. જેનું તાજું ઉદાહરણ તાજેતરમાં ગાંધીનગરમાં મળી આવેલ બાળકની ઘટના છે. તો કેટલાક લોકો બાળકીઓને ત્યજી રહ્યા છે. ત્યાં બીજી તરફ બે પરિવાર એવા છે કે જેઓએ બાળકી દત્તક લઇ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જુઓ આ બે બાળકીઓને. બંને બાળકીઓ 9 મહિનાની છે કે જેઓને તેમના પરિવારે તરછોડી દીધી હતી. જે બે બાળકીઓને આજે બે નવા પરિવાર મળ્યા છે. રાજકોટના સુજીત નંદી અને કાજલ નંદી કે જેઓ શિક્ષક છે. જેમના લગ્નના 10 વર્ષ થયાં પણ તેઓએ નક્કી કરેલ કે તેઓ બાળક દત્તક લેશે. બસ આ વિચાર સાથે તેઓએ 3 વર્ષ પહેલાં બાળક દત્તક લેવા અરજી કરી અને ત્યારે તેમનો નંબર 3000 ઉપર હતો.

તેઓને બાળક મળે કે બાળકી મળે કોઈ નિશબ્દ ન હતો પણ તેમને આશા ન હતી કે ક્યારે નંબર આવશે. પણ દિવાળી પહેલા તેમને પાલડી શિશુ ગૃહમાંથી કોલ આવ્યો કે તેઓ બાળક દત્તક લેવા પસંદ થયા છે કે તે સાથે તેઓની ખુશી સમાઈ નહિ. અને આજે તેઓ બાળકીને લેવા પાલડી શિશુ ગૃહ પહોંચી ગયા. જેઓએ મિસ્તી નામની 9 મહિનાની બાળકી ને દત્તક લીધી. જેને તેઓએ નવું નામ સાયસા આપ્યું જેનો મતલબ પવિત્ર અને માતા લક્ષ્મી અને દુર્ગાનું રૂપ થાય.

તો બીજી બાળકી છે આરજુ. જે પણ 9 મહિનાની છે. જેને મૂળ ઇડર અને મુંબઈમાં રહેતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર એવા મહેશ મિસ્ત્રી અને તેમની હાઉસ વાઈફ કે કે અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી ચુક્યા છે તેવા ચેતના મિસ્ત્રીએ દત્તક લીધી. મિસ્ત્રી પરિવારને લગ્નના 17 વર્ષ જેટલો સમય થયો. જેઓને બાળકી આવે તેવી જ ઈચ્છા હતી પણ તેઓને બાળકી ન થઈ પણ ivf થી તેમને હાલ 9 વર્ષનો દીકરો છે. પણ બાળકીની ઈચ્છા તેમને કોરી ખાતી. જેથી તેઓએ પણ 3 વર્ષ પહેલાં બાળકી દત્તક લેવા અરજી કરી. ત્યારે તેમનો નંબર 3500 ઉપર હતો.

જેથી તેમને પણ આશા ન હતી કે તેંમનો નંબર ક્યારે લાગશે. પણ ધનતેરસે તેમને પાલડી શિશુ ગૃહ પરથી કોલ આવ્યો કે તેઓ બાળકી દત્તક લઈ શકશે. તેઓની પસંદગી થઈ. ધનતેરસના દિવસે કોલ આવતા તેમની ખુશી ન સમાઈ અને તેઓ આજે કાર્યક્રમમાં બાળકી લેવા પહોંચી ગયા. જે બાળકીનું નામ આરજુ છે જેને તેઓએ નવું નામ નૂરવા આપ્યું છે જેનો મતલબ પવિત્ર થાય. જે બાળકી દત્તક લેતા મિસ્ત્રી પરિવારે અન્ય બાળક કે બાળકી તરછોડનારની ઘટનાનોને વખોડું સંદેશો આપતા લોકો બાળક દત્તક લે તેમ જણાવ્યું.

પાલડી શિશુ ગૃહમાં યોજાયેલ બાદ દત્તક આપવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલ અંજલિ મહેતા એવા નેહા મહેતા હાજર રહ્યા. જેમના હસ્તે બને બાળકીઓને બાળકીના નવા પરિવારને સોંપવામાં આવ્યા. જે અતિથિએ પરિવારના આ નેક પ્રયાસને આવકાર્યો વધાવ્યો. તેમજ અતિથિએ જુની ઘટનાને ભૂલી નવા કર્મ કરવાનું કહી સારા વિચાર સાથે લોકોને જાગૃત બનવા પણ અપીલ કરી.

મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા હાજર રહ્યા

15 વર્ષથી કાર્યરત પાલડી શિશુ ગૃહમાં 0 થી 6 વર્ષના બાળકો રખાય છે. જ્યાં બાળક દત્તક આપવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ શિશુ ગૃહ દ્વારા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે. જેમાં 455 બાળકો શિશુ ગૃહમાં આવ્યા જેમાં 227 બાળકોને નવા માતા પિતા આપ્યા. અને તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા. તો હાલમાં શિશુ ગૃહમાં 14 બાળક છે. જેમાં આ બે બાળકી આરજુ અને મિસ્તીને દત્તક આપી. તો બાકી 12 બાળકોમાંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે બાબત એ પણ સૂચવે છે કે લોકો બાળક દત્તક લેતા થયા છે. જેના કારણે તરછોડલા બાળકોને નવો પરિવાર મળતો થયો છે. જે સમાજમાં એક ઉત્તમ કાર્ય ગણી શકાય.

દત્તક લેવાની શું છે પ્રક્રિયા ?

1. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે 2. અરજી બાદ ઘર તપાસની પ્રક્રિયા કરાય છે 3. પરિવાર સક્ષમ હોય તો બાળક મળે 4. બાદમાં સિલેક્શન થાય 5. 2 વર્ષ સુધી બાળક કે બાળકીની દેખરેખ થાય છે કે નહીં તે નિરીક્ષણ કરાય છે

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">