AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની 7 જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની 7 જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને ઇમેલ દ્વારા આ ધમકી મળી છે. જે બાદ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળામાં પહોંચી રહ્યા છે. 26 મી જાન્યુઆરી પહેલ શાળાને આ ધમકી મળતા તંત્રમાં હલચલ મચી ગઇ છે.

Breaking News : અમદાવાદની 7 જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ
| Updated on: Jan 23, 2026 | 10:14 AM
Share

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની બે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને સંત કબીર સ્કૂલ સહિત 7 શાળાઓને ફરી એકવાર ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો છે. ધમકીભર્યો મેઇલ મળતા જ સ્કૂલ પ્રશાસન અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

અમદાવાદની આ જાણીતી શાળાને મળી ધમકી

પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા ઈ-મેઇલ આઈડી પરથી સ્કૂલને ધમકી આપવામાં આવી હતી, સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને સંત કબીર, ઘાટલોડિયાની કેલોરેક્સ સહિતની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની વાત ઇમેઇલમાં લખવામાં આવી હતી.સંત કબીરની 3 બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્સ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલને પણ ધમકી મળી છે. મેઇલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ

અમદાવાદ શહેરની સ્કૂલોને મળેલી ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેઇલમાં ઉલ્લેખ છે. મેઈલમાં મોદી-શાહને ગણાવાયા ખાલિસ્તાનના દુશ્મન ગણાવ્યા. ખાલિસ્તાન, બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેઈલમાં ઉલ્લેખ છે. બપોરે 1.11 વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની ધમકી અપાઇ. મેઇલ અંગે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ.

વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

બંને સ્કૂલના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્લાસરૂમ, ઓફિસ, પાર્કિંગ એરિયા સહિત સમગ્ર કેમ્પસની બારીક તપાસ કરવામાં આવી. સદનસીબે, ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે શાળાએ પહોંચી રહી છે. સમગ્ર શાળા બહાર કાઢવામાં આવી રહી છે.

વાલીઓમાં ચિંતા વ્યાપી

પોલીસ દ્વારા આ ધમકીભર્યા મેઇલને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ વિભાગની મદદથી મેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. અગાઉ પણ શહેરની કેટલીક સ્કૂલોને આવી પ્રકારની ધમકીઓ મળ્યાના બનાવો સામે આવ્યા છે, જેને કારણે વાલીઓમાં ચિંતા વધી છે.

ફિલહાલ પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને શહેરની અન્ય સ્કૂલોની સુરક્ષા પણ વધારવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

મહત્વનું છે અમદાવાદમાં અગાઉ પણ અમદાવાદની અનેક શાળાઓ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલી છે. ઇમેઇલ દ્વારા જ આ ધમકી આપવામાં આવતી હોય છે.  કોઇ ટ્રેસ ન કરી શકે એ માટે ઇમેઇલ કરવા માટે VPN નો ઉપયોગ કરવામાં આવે છે. સાયબરની ટીમ દ્વારા આ મેઇલ ક્યાંથી કરવામાં આવ્યો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
શિક્ષણમંત્રી રિવાબાની મદદથી એક દીકરીના તૂટેલા સપનાને મળી નવી પાંખો
શિક્ષણમંત્રી રિવાબાની મદદથી એક દીકરીના તૂટેલા સપનાને મળી નવી પાંખો
ગુજરાતના 2 આઈએએસ અધિકારીની બદલી
ગુજરાતના 2 આઈએએસ અધિકારીની બદલી
દારૂ પીને ડ્યુટી પર આવવું ભારે પડ્યું, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
દારૂ પીને ડ્યુટી પર આવવું ભારે પડ્યું, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
Breaking News: બ્રિજ પર ગ્રીલ નહીં, મોતની સીધી એન્ટ્રી!
Breaking News: બ્રિજ પર ગ્રીલ નહીં, મોતની સીધી એન્ટ્રી!
સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે થશે માવઠું
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે થશે માવઠું
વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
અમદાવાદની જે ટાંકી પર ચડ્યું JCB એ 70 વર્ષ જૂની ટાંકી આખરે જમીનદોસ્ત
અમદાવાદની જે ટાંકી પર ચડ્યું JCB એ 70 વર્ષ જૂની ટાંકી આખરે જમીનદોસ્ત
g clip-path="url(#clip0_868_265)">