અમદાવાદમાં બીટકોઈન બ્રોકરની આત્મહત્યા બાદ DySp વિરુદ્ધ ગુનો નોંધાયો, મૃતકે સુસાઈડ નોટમાં કહી છે આ વાત
તો અમદાવાદના રાણીપમાં બીટકોઈન બ્રોકરે કરેલી આત્મહત્યા મામલામાં હાલ પોલીસે DySP ચિરાગ સવાણી અને તેના ભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ત્યારે આ મામલાની ગંભીરતા અંગ રાજ્યગૃહપ્રધાને હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાણીપમાં રહેતા ભરત પટેલ નામના બ્રોકરે ડીવાયએસપીના ત્રાસથી આપઘાત […]
તો અમદાવાદના રાણીપમાં બીટકોઈન બ્રોકરે કરેલી આત્મહત્યા મામલામાં હાલ પોલીસે DySP ચિરાગ સવાણી અને તેના ભાઈ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. ત્યારે આ મામલાની ગંભીરતા અંગ રાજ્યગૃહપ્રધાને હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાણીપમાં રહેતા ભરત પટેલ નામના બ્રોકરે ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. મૃતક ભરત પટેલના સુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેના ભાઈ મોન્ટુના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં 11, 575 બીટકોઈનના હિસાબ મામલે બંને ભાઈ તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે.