AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડમાં ઝડપાયું અધધધ નાણું, ડીલર શેખને ઉપડ્યો છાતીનો દુઃખાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 1:06 PM
Share

Ahmedabad: માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર પર IT ની રેડ પડી છે. જેમાં કરોડોનું નાણું ઝડપાયું છે. તો રેડ દરમિયાન મુસ્તફા શેખ ડીલરને છાતીનો દુઃખાવો ઉપડ્યો હોવાની વાત પણ સામે આવી છે.

ગુજરાતમાં (Gujarat) માણેકચંદના (Manikchand) ડિસ્ટ્રીબ્યુટર મુસ્તફા સેલ્સ એજન્સીની (Mustafa sales Agency) ઓફિસ અને ડિલર મુસ્તફા શેખના રહેઠાણ સહિત 14 સ્થળે આવકવેરા વિભાગે દરોડા (Income Tax Raid) પાડ્યા છે. આ દરમિયાન, મુસ્તફા શેખના ઘરેથી બેડરૂમમાં ગાદલા નીચે છૂપાવેલું પાંચ કરોડનું કાળુ નાણું મળ્યું હતું. સતત બીજા દિવસે કરાયેલા દરોડાની કામગીરીમાં વધુ અઢી કરોડની રકમ મળી આવી હતી. આમ કુલ સાડા સાત કરોડની રોકડ તેમજ અંદાજે સાડા છ કરોડના સોના-ચાંદી પણ જપ્ત કરાયા હતા.

માણેકચંદ ગુટખા-પાન મસાલાના ડિલર મુસ્તફા શેખને દરોડા દરમિયાન છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષના દસ્તાવેજોની આઈટી વિભાગ તપાસ કરીને ટેક્સ ચોરી પકડશે તેવી માહિતી સામે આવી છે. તો માણેકચંદના હોલસેલ વેપારીઓની આઈટી વિભાગ યાદી તૈયાર કરશે. માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર મુસ્તફાએ પાન-મસાલાની બેનંબરની આવકનું રોકાણ કન્સ્ટ્રક્શનમાં કરાવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે.

આઈટીના અધિકારીઓએ માણેકચંદના ડિસ્ટ્રીબ્યુટર મુસ્તફા સેલ્સ એજન્સીની સારંગપુર, વીએસ પાસેની ઓફિસો, મુસ્તફા શેખર અને તેના ભાગીદાર ભાઈઓના રહેઠાણ સહિત 14 જગ્યાએ દરોડા પાડ્યા છે.

 

આ પણ વાંચો: Jamnagar: 61 વર્ષના વૃદ્ધની કેરમમાં કમાલ, ઓપન ગુજરાત સિનિયર સિટીઝન કેરમ સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન

આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરકારની આત્મનિર્ભર ગ્રામ યાત્રા, ત્રણ જ દિવસમાં 42,950 કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">