Jamnagar: 61 વર્ષના વૃદ્ધની કેરમમાં કમાલ, ઓપન ગુજરાત સિનિયર સિટીઝન કેરમ સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન

Jamnagar: વડોદરા ખાતે યોજાયેલી ઓપન ગુજરાત સિનિયર સિટીઝન કેરમ સ્પર્ધામાં જામનગરના વૃદ્ધનો ડંકો વાગ્યો હતો. જી હા 61 વર્ષના વડીલે સ્પર્ધાનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

Jamnagar: 61 વર્ષના વૃદ્ધની કેરમમાં કમાલ, ઓપન ગુજરાત સિનિયર સિટીઝન કેરમ સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન
Senior Citizen Carrom Competition
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 18, 2021 | 12:26 PM

Jamnagar: તાજેતરમાં વડોદરા (Vadodara) શહેરમાં કેરમ સ્પર્ધાનું આયોજન થયું હતું. બે દિવસની ઓપન ગુજરાત સિનીયર સિટીઝન કેરમ સ્પર્ધાનું (Open Gujarat Senior Citizen Carrom Competition) પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરના 61 વર્ષીય વૃદ્ધે કમાલ દેખાડી હતી. આ વડીલે ગુજરાત ચેમ્પિયનનું સ્થાન મેળવ્યુ હતું. 13 નવેમ્બર અને 14 નવેમ્બર એમ બે દિવસ આ કેરમ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કેરમના 64 ખેલાડીઓએ સિનીયર સિટીઝન કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં જામનગરના કેરમના ખૈલાડી ગુજરાત પ્રથમ વિજેતા બન્યા હતા.

યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિના કમિશનર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત સિનીયર સિટીઝન રાજ્યકક્ષાની કેરમ સ્પર્ધા યોજાઈ હતી. વડોદરામાં રાજ્યભરના 64 સિનીયર સિટીઝન ખૈલાડીઓ વચ્ચે કેરમના બોર્ડ પર મુકાબલો થયો હતો. જેમાં જામનગરના બીપીન ચંદુભાઈ મકાવાણા પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. આ વડીલની ઉંમર 61 વર્ષની છે.

બીપીન મકાવાણાએ પહેલા જીલ્લા કક્ષામાં કેરમની રમતમાં પસંદગી પામ્યા હતાં. જીલ્લામાંથી કુલ 8 સ્પર્ધો વચ્ચે રમત રમાઈ હતી. જેમાંથી જામનગરમાંથી ચાર ખૈલાડીઓની પસંદગી થઈ હતી. બીપીની મકવાણા, દિનેશ પરમાર, અશ્વિન રાઠોડ, વિરેન્દ્ર ચૌહાણ ચારેય સીનીયર સિટીઝન કેરમ સ્પર્ધા માટે વડોદરામાં ભાગ લીધો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વડોદારમાં બે દિવસીય કેરમ સ્પર્ધામાં આશરે 34 જેટલી કેરમની રમત રમીને ગુજરાત ચેમ્પિયનનું સ્થાન બીપીન મકવાણાએ મેળવ્યુ. જેમાં સેમીફાઈનલ સુધી 4 બોર્ડની ત્રણ રમત રમવામાં આવી અને સેમીફાઈનલ બાદની રમતમાં 8 બોર્ડની 3 રમત રમાઈ હતી. જેમાં ચાર બોર્ડમાં 25 પોઈન્ટ અને 8 બોર્ડમાં 40 પોઈન્ટની રમત રમાડવામાં આવી હતી. જામનગરના બીપીન મકાવાણાએ ફાઈનલમાં ગાંધીનગરના સિનીયર સિટીઝન કેરમના ખૈલાડી વિનોદ જોષીને 5 પોઈન્ટ સામે 14 પોઈન્ટ મેળવીને રમત જીતી હતી.

બીપીન મકવાણા કેરમ, ક્રિકેટ અને સ્વીમીંગનો શોખ ધરાવે છે. આશરે 40 વર્ષથી તેઓ કેરમની રમત રમે છે. જામનગર જિલ્લા પંચાયતમમાં પશુ-પાલન વિભાગમાં નોકરી કરતા હતા અને નિવૃત્ત થયા બાદ ફરી આઉટસોર્સમાં છેલ્લા અઢી વર્ષથી ત્યાં જ ફરજ બજાવે છે. નવરાશની પળોમાં કે રજાના દિવસે વધુ સમય કેરમની રમત મિત્રો સાથે રમે છે. દૈનિક ઓછામાં ઓછી એક કલાક તો કેરમ રમે છે.

બીપીન મકવાણાએ અગાઉ કેરમની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ છે. 2018-19 માં ગાંધીનગર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્યારબાદ દિલ્હી ખાતે અખિલ ભારતીય સિવિલ સેવા કેરમ ટુર્નામેન્ટ ભાગ લીધો હતો. જેમાં ત્રણ રાઉન્ડ માંથી 2 રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. કેરમ જેવી રમતને પ્રોત્સાહન માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય તેવી ઈચ્છા તેમણે વ્યકત કરી છે.

આ પણ વાંચો: ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરકારની આત્મનિર્ભર ગ્રામ યાત્રા, ત્રણ જ દિવસમાં 42,950 કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ!

આ પણ વાંચો: જગતના તાતનું દુઃખ: અનિયમિત વરસાદી ઋતુ અને હવે માવઠું! ‘ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ ગઈ હોત તો નુકસાન ન થાત’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">