AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વરસાદથી તંત્રના દાવા ધોવાયા, શિવરંજનીના પોશ વિસ્તારમાં ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યા, લોકોમાં ભારે રોષ, જુઓ Video

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટીના દાવાઓ ની પોકળતા છતી થઈ છે. શિવરંજની જેવા પોશ વિસ્તારની સોસાયટીઓમાં કમર સુધીના વરસાદી અને ડ્રેનેજના પાણી ઘૂસી જતાં કરોડોના મકાનો ધરાવતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

અમદાવાદમાં વરસાદથી તંત્રના દાવા ધોવાયા, શિવરંજનીના પોશ વિસ્તારમાં ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યા, લોકોમાં ભારે રોષ, જુઓ Video
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jul 23, 2026 | 2:27 PM
Share

ચોમાસું શરૂ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતા પ્રી-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલના તમામ દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. શહેરના શિવરંજની જેવા અત્યંત પોશ ગણાતા વિસ્તારમાં માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના મકાનો ધરાવતી સોસાયટીઓમાં અનેક લોકોના ઘરોની અંદર ડ્રેનેજ અને વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોનો સામાન બગડી ગયો છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

1000 કરોડના ખર્ચ પછી પણ સ્થિતિ જસની તસ

સ્થાનિકો અને એબીપી અસ્મિતાના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં માત્ર સ્ટ્રોમ વોટર લાઇન પાછળ જ રૂ. 1000 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલાઈ નથી. મુખ્ય માર્ગોની હાઇટ વધારી દેવાતાં આસપાસની જૂની સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે ગટરના પાણી બેક મારીને ઘરોમાં ઘૂસી રહ્યા છે. પૂરતા પાઈપલાઈન નેટવર્ક અને કેચપિટના અભાવે સામાન્ય વરસાદમાં પણ વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે.

30 વર્ષથી એક જ સમસ્યા, કોર્પોરેશન નિષ્ફળ

સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વરસાદ ઓછો થાય કે બંધ થઈ જાય તો પણ દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી. ચોમાસું પૂરું થયા પછી કોઈપણ કોર્પોરેટર કે અધિકારી મુલાકાત લેવા આવતા નથી. AMC તંત્ર તરફથી કોઈ મદદ ન મળતાં આખરે સોસાયટીના રહીશોએ જાતે જ મોટર અને પંપિંગ સિસ્ટમ લગાવીને ઘરોમાંથી પાણી બહાર કાઢવાની નોબત આવી છે.

15,000 કરોડનું બજેટ પણ મુશ્કેલીઓ યથાવત

અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, પરંતુ આટલા મોટા બજેટ છતાં નાગરિકોની પાયાની સમસ્યાઓ ઉકેલાતી નથી. એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનના દાવા કરાય છે, તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ શહેરનું નાક કપાતું હોય તેવી દયાજનક સ્થિતિ સર્જાય છે. ખુલ્લા જમીન વિસ્તારો પર પેવર બ્લોક અને આરસીસી રોડ બનાવી દેવાતાં વરસાદી પાણી જમીનમાં ઉતરવાને બદલે રસ્તા પર જ ભરાઈ રહે છે, જે તંત્રની ગંભીર અણઆવડત દર્શાવે છે.

જુઓ Video

Breaking News : અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, મીઠાખળી પાસે AMTS બસ પાણીમાં ગરકાવ, જુઓ Video

Follow Us
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">