Breaking News : અમદાવાદના જોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર નદીઓ જેના દ્રશ્યો, જુઓ Video
અમદાવાદના જોધપુર સેટેલાઈટ વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં વરસાદના પાણી ઘુસ્યા છે. કરોડો રુપિયાના ખર્ચે ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતુ. ત્યારે આજે આ વરસાદે મોટી પોલ ખોલી છે.
અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 3 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.ઉપરવાસમાંથી સાબરમતીમાં પાણી છોડાઇ રહ્યું છે.રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રર્શ્યો સામે આવ્યા છે.કોર્પોરેશનનો દાવાઓ પોકળ સાબિત થયા છે.
9 અંડરપાસ કરાયા બંધ
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. કેટલાંક વિસ્તારમાં 3 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પાણી ભરાતા શહેરના 9 અંડરપાસ કરાયા બંધ કરવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.બોપલ, જોધપુર, સેટેલાઈટ વિસ્તારોમાં ભરાયા પાણી ભરાયા છે.
કેટલાક વિસ્તારમાં ઘરમાં પણ પાણી ધુસ્યા હતા. તો કેટલીક જગ્યાએ લોકોના વાહનો પાણીમાં ગરકાવ થયા હતા. મહત્વની વાત એ છે કે, અમદાવાદ શહેરનો જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. રસ્તાઓ પર વાહનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ઘુંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે. લાખો રુપિયાના ખર્ચે ઘરનું ફર્નિચર બનાવ્યું હોય અને વરસાદી પાણી જ્યારે ઘરમાં ભરાય છે. ત્યારે લાખો રુપિયાનું નુકસાન નાગરિકોને થાય છે.
રજા મામલે DEO દ્વારા ખાસ સૂચના
અમદાવાદ વરસાદના કારણે શાળાઓમાં રજા મામલે DEO દ્વારા સૂચના આપવામાં આવી છે.પાણી ભરાયા હોય ત્યાં વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય શાળાને લેવા માટે સૂચના આપવામાં આવી છે.વિદ્યાર્થીઓને જોખમ ન ખેડવું પડે તેની તકેદારી રાખવા સૂચના છે. તો વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે માટેનો નિર્ણય લેવા સૂચના છે.
