AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીમાં ભયાવહ પૂર, પાણીમાં ડૂબી ગાડીઓ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, જળબંબાકાર વચ્ચે NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

નવસારીમાં ભયાવહ પૂર, પાણીમાં ડૂબી ગાડીઓ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, જળબંબાકાર વચ્ચે NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

| Updated on: Jul 23, 2026 | 10:52 AM
Share

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. કાવેરી નદી 27 ફૂટે પહોંચતા ચીખલી રિવરફ્રન્ટ સ્થિત શિવજીની 20 ફૂટ ઊંચી પ્રતિમા જળમગ્ન થઈ છે. પૂરના કારણે નવસારી અને બીલીમોરાના 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભયાવહ પૂરની સ્થિતિ સર્જાતાં નવસારી અને બીલીમોરા શહેરના 1 લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે. ઉપરવાસમાં આવેલા સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય મુખ્ય નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે. પૂરના ગંભીર ખતરાને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

નદીઓમાં જળસ્તરની વાત કરીએ તો, કાવેરી નદી પોતાની ભયજનક સપાટી 19 ફૂટને વટાવીને 27 ફૂટની ભયાનક સપાટીએ પહોંચી ગઈ છે. ચીખલી સ્થિત રિવરફ્રન્ટ પૂરના પાણીમાં તરબોળ થઈ ગયો છે અને ત્યાં આવેલી 20 ફૂટ ઊંચી ભગવાન શિવજીની પ્રતિમા સુધી પાણી પહોંચી જતાં સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાવેરી નદીકાંઠાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, અંબિકા નદી પણ તેની ભયજનક સપાટી 29 ફૂટે અને પૂર્ણા નદી 22 ફૂટે વહી રહી છે. પૂર્ણા નદીનું જળસ્તર વધતાં નવસારીના વિજલપોર સ્થિત ચંદન તળાવ વિસ્તાર જળબંબાકાર બન્યો છે.

જિલ્લામાં વરસાદની આંકડાકીય માહિતી મુજબ સમગ્ર નવસારીમાં સરેરાશ 10.17 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 17.13 ઇંચ અને ખેરગામ તાલુકામાં 14.09 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગણદેવીમાં 7.72 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી તાલુકામાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો છે. પૂરની ગંભીર સ્થિતિને જોતાં પ્રશાસનની ટીમો ખડેપગે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.

Valsad cloud Burst Effect: વલસાડમાં વરસાદી કહેર ! ઘોલવડ-ઉમરગામ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, વંદે ભારત, કર્ણાવતી અને ડબલડેકર રદ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">