Ahmedabad : 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વની ઉજવણીને મંજૂરી, જોકે સાર્વજનિક પંડાલને લઈને અસમંજસ, માટીની મૂર્તિની ડિમાન્ડમાં વધારો
ગણેશ પર્વ હવે દરેક ઘરે ઉજવાય છે. જે ગણેશ પર્વ પર લોકો મૂર્તિની સ્થાપના કરતા હોય છે. જેમાં પહેલા pop ની મૂર્તિની ડિમાન્ડ હતી. કેમ કે pop મૂર્તિ સસ્તી અને સાચવવામાં પણ સરળ રહેતી હતી.

Ahmedabad : ગણેશ પર્વને થોડા દિવસ બાકી રહ્યા છે. જે ગણેશ પર્વને લઈને દોઢ મહિના પહેલા બજારોમાં મુર્તિ બનાવવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે આ વર્ષે કોરોનાને કારણે પર્વના એક મહિના પહેલા જ 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વ ઉજવવા સરકાર તરફથી છૂટછાટ અપાતા લોકોમાં ખુશી વ્યાપી છે. પણ સાર્વજનિક પંડાલને લઈને પોલીસ દ્વારા મંજુરી નહિ અપાતા તેમજ સરકાર તરફથી કોઈ જાહેરનામું નહિ હોવાને લઈને પંડાલ કરતા લોકોમાં અસમંજસ છે. તો તેની સાથે મૂર્તિ વેચાણ પર પણ અસર જોવા મળી છે.
અસમંજસ વચ્ચે માટીની મૂર્તિની ડિમાન્ડમાં વધારો
ગણેશ પર્વ હવે દરેક ઘરે ઉજવાય છે. જે ગણેશ પર્વ પર લોકો મૂર્તિની સ્થાપના કરતા હોય છે. જેમાં પહેલા pop ની મૂર્તિની ડિમાન્ડ હતી. કેમ કે pop મૂર્તિ સસ્તી અને સાચવવામાં પણ સરળ રહેતી હતી. જોકે pop મૂર્તિ થી પોલ્યુશન થતું હોવાથી છેલ્લા કેટલાક વર્ષથી માટીની મૂર્તિની ડિમાન્ડ વધી છે. અને તેમાં પણ કોરોના કાળ દરમિયાન સાર્વજનિક પંડાલને મંજૂરી નહિ આપતા લોકો ઘરે જ મૂર્તિ વિસર્જન કરી શકે તે માટે માટીની મૂર્તિ વધુ પસંદ કરી રહ્યા છે.
મીઠાખડી પાસેના માટીના મૂર્તિકાર વિજયભાઈની વાત માનીએ તો ગત 10 વર્ષ અને ગત વર્ષ કરતા આ વર્ષે માટીની મૂર્તિ ડિમાન્ડ વધી. ગત વર્ષે તેમને 1100 મૂર્તિનો ઓર્ડર મળ્યો હતો. જે આ વર્ષે 1300 પર પહોંચ્યો. જેમાં ડિમાન્ડ વધુ અને મેન પાવર ઓછો હોવાથી બે વખત ઓર્ડર બંધ કરવા પડ્યા હતા. વિજય ભાઈનું કહેવું છે કે ઘરે જ મૂર્તિ વિસર્જન કરવાને લઈને મૂર્તિ મોંઘી હોવા છતાં ડિમાન્ડ વધી છે.
Pop મૂર્તિ ડિમાન્ડ ઘટી તો આ તરફ pop મૂર્તિની ડિમાન્ડ ઘટી હોવાનું પણ સામે આવ્યું. છેલ્લા ઘણા વર્ષોથી pop મૂર્તિની ડિમાન્ડ હતી. કેમ કે મૂર્તિ સસ્તી પડતી અને સાચવવામાં પણ સરળ રહેતી. તો મૂર્તિકારને બનાવવામાં પણ સરળતા રહેતી. જોકે પોલ્યુશનના કારણે pop મૂર્તિની ડિમાન્ડ ઘટી. તો આ વર્ષે માટીની મૂર્તિને મંજૂરી અપાતા pop મૂર્તિકારને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.
જેના કારણે ગુલબાઈ ટેકરા કે જે ગણેશ મૂર્તિકાર સ્થળ તરીકે ઓળખાય છે. જ્યાં 5 હજાર જેટલા લોકો pop મૂર્તિ બનાવે છે. ત્યાં હાલ ગણતરીના લોકો જ મૂર્તિ બનાવી રહ્યા છે. જ્યાં pop મૂર્તિકારનું કહેવું છે કે માટીની મૂર્તિને અને 4 ફૂટની મૂર્તિને મંજૂરી અપાતા તેમની ડિમાન્ડ વધી છે અને pop મૂર્તિની ડિમાન્ડ ઘટી છે.
લોકો વધુ ફૂટની મૂર્તિના ઓર્ડર આપી રહ્યા છે પણ બનાવી શકાતી નથી. અને માટીની મૂર્તિ કોસ્ટલી. વધુ સમય લેતો હોવાથી અને મૂર્તિ ટકી નથી રહેતી માટે અને તેઓને માટીની મૂર્તિ બનાવતા ફાવતું નથી. તેથી તેઓ pop મૂર્તિ જ બનાવે છે. જેના કારણે તેઓને તકલીફ છે. તો સાથે જ તેઓને માટીની મૂર્તિની યોગ્ય તાલીમ નહિ અપાઈ હોવાના આક્ષેપ કરી pop મૂર્તિ જ ફાવતી હોવાથી હાલાકી પડતી હોવાનું જણાવી સરકાર તરફથી છૂટછાટ આપવા માંગ કરી.
આમ હાલમાં ગણેશ પર્વને લઈને બજારમાં બે તરફી માહોલ જોવા મળ્યો. ત્યારે હજુ ગણેશ પર્વને 19 દિવસ બાકી રહ્યા છે જેમાં સરકાર શુ નિર્ણય કરશે તેના પર લોકોની નજર છે.
Latest News Updates





