ગુજરાતી ગાયક જીગ્નેશ કવિરાજના નામનું નકલી ફેસબુક ID બનાવનારા આરોપીની ધરપકડ
ગુજરાતી ગાયક કલાકાર અને ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ કવિરાજનાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ જીગ્નેશ કવિરાજ સાથે તેની સારી ઓળખ છે અને તેણે જીગ્નેશના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પ્રકાશ જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. અને તે મહિલાઓને મેસેજ કરી […]

ગુજરાતી ગાયક કલાકાર અને ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ કવિરાજનાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ જીગ્નેશ કવિરાજ સાથે તેની સારી ઓળખ છે અને તેણે જીગ્નેશના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે. આરોપી પ્રકાશ જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. અને તે મહિલાઓને મેસેજ કરી પોતે જીગ્નેશ હોવાનું કહેતો હતો.
પોતાનો જન્મદિવસ છે તેમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો. જિગ્નેશ કવિરાજે ગઈકાલે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જીગ્નેશે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ કરી હતી કે અજાણ્યા વ્યકિતએ તેના નામનું એકાઉન્ટ બનાવી ફોટોઝ મુક્યા છે. જેનો ઉપયોગ કરી ચાહકો સાથે મેસેન્જરમાં વાતચીત કરે છે. સ્ટેટસમાં ‘નવા સોંગ માટે સારી હિરોઇન જોઇએ છીએ, જેને પણ મારી સાથે કામ કરવું હોય તે મને FBમાં SMS કરે અને ફોટોઝ મોકલે’ તેવું લખ્યું હતું. હાલ તો પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ પ્રકાશની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
