Ahmedabad : સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી.

Ahmedabad :  સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત
Ahmedabad: Negligence of social welfare department, students deprived of scholarship for 18 months
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Oct 08, 2021 | 2:13 PM

SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ આપવા NSUIનું આંદોલન

કોરોના મહામારી બાદ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા 18 મહિનાથી રાજ્યના SC, ST અને OBCના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ ચુકવવામાં નથી આવી. સ્કોલરશીપ આપવામાં ના આવતા ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. SC, ST અને OBCના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કોલરશીપ ચુકવવાની માંગ સાથે એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યું હતું. જેમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. એનએસયુઆઈનો આક્ષેપ છે કે 18 મહિનાથી સ્કોલરશીપ આપવામાં નથી આવી.

સમાજ કલ્યાણ વિભાગની બેદરકારી, 18 મહિનાથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રાજ્યના એસસી, એસટી અને ઓબીસીના લાખો વિદ્યાર્થીઓને 18 મહિનાથી સ્કોલરશીપ નથી મળી.કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી લેવામાં આવી છે. પરંતુ સ્કોલરશીપની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ તથા એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને પ્રોફેશનલ કોર્ષ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફીથી લઈ અલગ અલગ યોજના હેઠળ 20 હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

સ્કોલરશીપ ઉપરાંત એસસી-એસટીના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ફ્રીશિપ કાર્ડ યોજના હેઠળ પણ હજારો વિદ્યાર્થીઓની ફી ચુકવવામાં નથી આવી. જેને લઈને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરતી હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ ફ્રીશિપ કાર્ડ ના ચલાવતી હોવાનો આક્ષેપ પણ એનએસયુઆઈએ કર્યો છે. આવી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ એનએસયુઆઈએ કરી છે.

કયારે મળશે આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ?

તાત્કાલિક સ્કોલરશીપ આપવા માંગ સાથે એનએસયુઆઈ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.સ્કોલરશીપ નહીં મળે તો રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે. વિરોધ દરમ્યાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : અસાધ્ય રોગથી પીડિતા દર્દી માટે આશિર્વાદરુપ પેલિએટીવ કેર, દર્દી અંતિમ ક્ષણ સુધીનું જીવન શક્ય તેટલું સક્રિય અને ઉત્સાહથી જીવી શકે છે

આ પણ વાંચો : Vadodara: ગોત્રી દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની જહેમત બાદ પણ તબીબો સેમ્પલ લેવામાં ફેઇલ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">