અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, પ્રહલાદનગર સહિત 3 જગ્યાઓએ બનશે મલ્ટિલેવલ પાર્કિંગ, જાણો AMC બજેટ 2019-20ની મુખ્ય બાબતો

અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાયઓવર, પ્રહલાદનગર સહિત 3 જગ્યાઓએ બનશે મલ્ટિલેવલ પાર્કિંગ, જાણો AMC બજેટ 2019-20ની મુખ્ય બાબતો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. 542 કરોડ રૂપિયાના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2019-20ના આ બજેની મુખ્ય હાઈલાઈટ્સ પર કરીએ નજર: રૂ.542 કરોડના સુધારા સાથેનું રૂ.8051 કરોડનું બજેટ બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે, પ્રોપર્ટી સહિતના કોઇપણ ટેક્સમાં કોઇ વધારો કરવામાં […]

TV9 Web Desk3

|

Feb 06, 2019 | 11:25 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 હજાર 51 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. 542 કરોડ રૂપિયાના સુધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2019-20ના આ બજેની મુખ્ય હાઈલાઈટ્સ પર કરીએ નજર:

 • રૂ.542 કરોડના સુધારા સાથેનું રૂ.8051 કરોડનું બજેટ
 • બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે, પ્રોપર્ટી સહિતના કોઇપણ ટેક્સમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.
 • અમદાવાદ શહેરમાં સાત નવા ફ્લાયઓવર માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. વાડજ દાંડી ચોક, નરોડા પાટીયા ફ્લાય ઓવરબ્રિજ, મણિનગર રેલવે ક્રોસિંગ, શાહીબાગ ડફનાળા, નરોડા ગેલેક્સી ફ્લાય ઓવરબ્રિજ, વિનોદાભાવે અને વિવાકાનંદનગર ખાતે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે.
 • તો બીજી તરફ 6 નવા રોડનું ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે.
 • લાલદરવાજા ટર્મિનસ અને માણેકચોકનું રૂપિયા 5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરશે.
 • શારદાબેન હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે કરાશે નવિનીકરણ પણ કરવામાં આવશે. એટલું જ નહીં, હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને 10 રૂપિયામાં ભોજન આપવાની પણ જાહેરાત કોર્પોરેશને કરી છે. તો ઈલેક્ટ્રિક વાહનોના વેરામાં 100 ટકા મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati

 • ધાર્મિક પ્રસંગે કાચા મંડપોને ફીમાંથી મુક્તિ
 • LG હોસ્પિટલમાં IVF અને સુપર સ્પેશિયાલિસ્ટ બનાવાશે
 • ઉત્તર-પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ કામોને પ્રાધાન્ય
 • ગોધાવી કેનાલને જોડતા સ્ટોર્મ વોટર નેટવર્ક માટે રૂ.10 કરોડ ફાળવાયા
 • ખારીકટ કેનાલના ડેવલોપમેન્ટ માટે રૂ.10 કરોડ ફાળવાયા
 • રૂ.38 કરોડના ખર્ચે લૉ-ગાર્ડન ખાણીપીણી બજાર વિક્સાવાશે
 • અમદાવાદ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ સેન્ટર ઉભુ કરાશે

જુઓ VIDEO:

 • ટ્રાફિક સમસ્યા હલ કરવા ટ્રાફિક મેનેજમેન્ટ માટે રૂ.20 કરોડ ફાળવાશે
 • રિવરફ્રન્ટ ફ્લાવર ગાર્ડન સામે, સિંઘુ ભવન, દાણાપીઠ અને પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવાશે
 • સ્માર્ટ આંગણવાડી માટે રૂ.3 કરોડની ફાળવણી
 • અર્બન ફોરેસ્ટ માટે 1 કરોડ, થીમ બેઝ ગાર્ડન માટે રૂ. 3 કરોડ
 • મ્યુ.કાઉન્સિલર, મ્યુ.અધિકારી ક્લબ હાઉસ માટે રૂ.1 કરોડ

[yop_poll id=1142]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati