અમદાવાદ કોર્પોરેશનનો ડિજિટલાઈઝેશનને આગળ વધારવાનો પ્રયાસ, બે નવતર સુવિધા શરૂ કરી

અમદાવાદ કોર્પોરેશનનો ડિજિટલાઈઝેશનને આગળ વધારવાનો પ્રયાસ, બે નવતર સુવિધા શરૂ કરી
અમદાવાદ કોર્પોરેશનનો ડિજિટલાઈઝેશનને આગળ વધારવાનો પ્રયાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)દ્વારા ડિજિટલાઈઝેશનને આગળ વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે એએમસીએ હવે બે નવતર પ્રયાસ હાથ ધર્યા છે.

Darshal Raval

| Edited By: Chandrakant Kanoja

Jul 02, 2021 | 10:14 PM

અમદાવાદ (Ahmedabad ) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને સુવિધા આપવાના ભાગરૂપે હવે બે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ડિજિટલાઈઝેશન(Digitization) ને આગળ વધારવા માટે હવે એએમસી લોકોને SMS દ્વારા ટેક્સ રિમાઈન્ડર અને બોપલ-ઘુમામાં ટ્રાયલ બેઝ પર આકરણીની માહિતી મેળવવા વોટ્સએપ નંબર જાહેર કર્યો છે.

હાલમાં 2 લાખ લોકોને SMSમોકલીને ટેક્ષ ભરવા મામલે જાણ કરાઈ

અમદાવાદ (Ahmedabad ) મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અને પ્રોફેશનલ ટેક્સ ભરવા લોકોને SMS મોકલી રિમાઇન્ડર આપવામાં અ આવી રહ્યું છે. એએમસીનું માનવું છે કે લોકો ટેક્સ ભરવા મામલે વધુ જાગૃત બને અને સરળ સુવિધા મળી રહે તે માટે અને ડિજિટલાઈઝેશનને આગળ વધારવા માટે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં હાલમાં 2 લાખ લોકોને SMSમોકલીને ટેક્ષ ભરવા મામલે જાણ કરાઈ રહી છે. તેમજ જેમના નંબર નથી તેમના નંબર પણ સોફ્ટવેર જોડે જોડવામાં આવી રહ્યા છે. જેથી દરેક નાગરિકને SMS મોકલી ટેક્ષ ભરવા જાણ કરી શકાય અને લોકો ટેક્ષ ભરી શકે.

ઓનલાઇન પણ ટેક્ષ ભરવા લિંક મોકલાઈ રહી છે

તેમજ પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા એડવાન્સ રિબેટ સ્કીમની અવધિ પણ કોર્પોરેશન દ્વારા લંબાવાઈ છે. જે હવે 15 જુલાઈ સુધી શહેરીજનો આ સ્કીમનો લાભ લઈ શકશે. તો 30 સપ્ટેમ્બર સુધી ધંધાકીય એકમો પ્રોફેશનલ ટેક્ષ ભરી શકશે. તેમજ લોકો પ્રોપર્ટી ટેક્ષ ભરી શકે તે માટે ઓનલાઇન પણ ટેક્ષ ભરવા લિંક મોકલાઈ રહી છે

મિલકત આકરણી માટે નવતર પ્રયાસ

શહેરના બોપલ ઘુમામાં હાલ મિલકત આકર્ણી ચાલી રહી છે તેની વચ્ચે લોકોને સમસ્યા ન પડે માટે રહીશો ને આકર્ણીની માહિતી મેળવવા અને પ્રશ્નોનો હલ લાવવા માટે સરળતા રહે માટે કોર્પોરેશન દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. બોપલ ઘુમામાં ટ્રાયલ બેઝ પર પ્રયોગ શરૂ કરાયો છે. જે વોટ્સએપ નંબર પરથી બોપલ ઘુમાના રહીશો આકરણી મામલે માહિતી મેળવી શકશે તેમજ જરૂરી પ્રશ્નનોના જવાબ પણ મેળવી શકશે.

જેના માટે બોપલ ઘુમાના રહીશોએ 8866371397 વોટ્સએપ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો શહેરમાં પણ આ પ્રકારે વ્યવસ્થા શરૂ કરાઇ શકે છે. જેથી ડિજિટલાઈઝેશન આગળ વધે અને લોકોને જરૂરી અને ઝડપી સુવિધા પણ મળી રહે.

આ પણ વાંચો : Corona virus : દેશમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ વધીને 97 ટકા થયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati