AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona virus : દેશમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ વધીને 97 ટકા થયો

INDIA Corona Update : બીજી તરફ કેન્દ્ર સરકારે લોકોને બેદરકારી ન દાખવવાની પણ અપીલ અપીલ કરી છે, કારણ કે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પુરી નથી થઇ ગઈ.

Corona virus : દેશમાં કોરોના વાયરસના એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ વધીને 97 ટકા થયો
Lav Aggarwal, Joint Secretary, Health Ministry
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 6:11 PM
Share

INDIA Corona Update : દેશમાં કોરોના વાયરસ (Corona virus)ની બીજી લહેર હવે ધીમી પડી છે. દેશમાં હવે કોરોના વાયરસના એક્ટીવ કેસો ઘટ્યા છે અને રીકવરી રેટ વધ્યો છે. બે દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જોકે દૈનિક કેસમાં થયેલો આ વધારો સામાન્ય છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવના જોતાં આ વધારો ચિંતાજનક બની શકે છે.

46,000 થી વધુ નવા કેસ, 853 દર્દીઓના મૃત્યુ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના દૈનિક કેસોમાં સતત વધઘટ થતી રહે છે. 2 જુલાઈએ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 46000 થી વધુ કેસ નોંધાયા હતા અને આ સમય દરમિયાન 853 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. કેન્દ્ર સરકારે કેરળ, ત્રિપુરા, મણિપુર, છત્તીસગ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં કોવિડ ટીમોને મોકલી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે લોકોને બેદરકારી ન દાખવવાની પણ અપીલ અપીલ કરી છે, કારણ કે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પુરી નથી થઇ ગઈ.

એક્ટીવ કેસો 86 ટકા ઘટ્યા, રીકવરી રેટ 97 ટકા થયો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ (Lav Aggarwal) એ જણાવ્યું હતું કે કોરોના વાયરસના  નવા કેસોમાં 13 ટકાનો ઘટાડો થયો છે, જયારે કેસોની સર્વોચ્ચ સપાટી પછી એક્ટીવ કેસો (active cases of Corona) માં 86 ટકાનો ઘટાડો થયો છે. ક્લિનિકલ મેનેજમેન્ટ એટલે કે આરોગ્ય સંસાધનો પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે રીકવરી રેટ (recovery rate) ઘટીને 97 ટકા જેટલો છે. દેશમાં ૩જી મે ના રોજ રીકવરી રેટ 81.1 ટકા હતો. તેમણે કહ્યું કે દેશના 71 જિલ્લાઓ એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે.

જોન્સન એન્ડ જોન્સનની એક ડોઝની વેક્સિન પર ચાલી રહી છે વાત નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલ (Dr. VK Paul) એ જણાવ્યું હતું કે ભારત સરકાર જોન્સન એન્ડ જોન્સન (Johnson and Johnson) સાથે એક ડોઝની રસીને લઈને વાતચીત કરી રહી છે. આ રસીનું ઉત્પાદન શરૂ છે. યોજના મુજબ ભારતમાં આ રસીનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇ (Biological E) માં પણ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">