Ahmedabad : ગાંધી આશ્રમની મુલાકાતે બોલીવુડ સ્ટાર સલમાન ખાન, જોવા મળ્યો દબંગ ખાનનો અલગ જ અંદાજ, જુઓ વીડિયો

બોલિવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સલમાન ખાન અમદાવાદમાં આવતાની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 3:40 PM

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. બોલિવુડ સ્ટાર સલમાન ખાન પોતાની નવી ફિલ્મ “અંતિમ”ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન સલમાન ખાને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. જેમાં 10 મિનિટની આ મુલાકાત દરમિયાન સલમાન ખાને રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી દીધી હતી.

ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળી રહ્યાં હતા. તે દરમિયાન આશ્રમમાં આવેલ મુલાકાતીઓ અને સલમાનના ચાહકોએ બેરીકેટિંગ તોડ્યા હતા. અને સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી..આશ્રમથી નીકળતા સમયે પણ લોકો સલમાનની ગાડીને પણ ઘેરી લીધી હતી.

ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા

બોલિવુડ અભિનેતા સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સલમાન ખાન અમદાવાદમાં આવતાની સાથે જ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમમાં હદયકુંજ અને ગાંધીજીના રૂમની મુલાકાત કરી હતી. ગાંધી આશ્રમમાં સલામાને સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લક્કીની જેમ પહેરી હતી. અને રેંટિયો ચલાવ્યો હતો.ગાંધી આશ્રમમાં આવતા VIP મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે તે પ્રમાણે જ સલમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ગળામાં પહેરાવવામાં આવેલી સૂતરની આંટી સલમાને હાથમાં પહેરી લીધી હતી. અને હાથમાં પહેરીને જ આશ્રમની મુલાકાત કરી હતી.

ગાંધી આશ્રમમાં વિઝીટર બુકમાં સલમાન ખાન એ પોતાનો અનુભવ શેર કર્યો. ” મારું સદભાગ્ય છે કે ગાંધી બાપુ આશ્રમ હું આવ્યું અને આ શ્રદ્ધા મને ખૂબ પ્રેમ ઉપજયો. ચરખો ચલાવી મને સારો આનંદ થયો છે અને ફરીથી હું આશ્રમ આવી જ ચરખો શીખીને જઈશ.” સાથે જ સલમાને ગાંધી બાપુના ફોટોને નમન કર્યું.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">