અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની સેવાઓ બંધ કરી દેવાઈ, જાણો નવી વ્યવસ્થા શું કરવામાં આવી

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની સેવાઓ બંધ કરી દેવાઈ છે..જેથી દર્દીઓને હવે ફરજિયાત SVPમાં સારવાર લેવાની ફરજ પડી છે. જેને કારણે જૂની વીએસમાં મફતમાં મળતી સુવિધાઓ માટે પણ દર્દીઓને હવે નાણાં ચૂકવવા પડશે. ગરીબ દર્દીઓને વધુ રૂપિયા ચૂકવીને સારવાર કરવવી પડશે. SVP હોસ્પિટલને શરૂ થયાને 4 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ સારવાર […]

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની સેવાઓ બંધ કરી દેવાઈ, જાણો નવી વ્યવસ્થા શું કરવામાં આવી
Follow Us:
| Updated on: May 20, 2019 | 6:23 PM

અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની સેવાઓ બંધ કરી દેવાઈ છે..જેથી દર્દીઓને હવે ફરજિયાત SVPમાં સારવાર લેવાની ફરજ પડી છે. જેને કારણે જૂની વીએસમાં મફતમાં મળતી સુવિધાઓ માટે પણ દર્દીઓને હવે નાણાં ચૂકવવા પડશે. ગરીબ દર્દીઓને વધુ રૂપિયા ચૂકવીને સારવાર કરવવી પડશે. SVP હોસ્પિટલને શરૂ થયાને 4 મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ સારવાર મોંઘી હોવાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી. ત્યારે SVPને ધમધમતી કરવા માટે જૂની વીએસના સુપર સ્પેશિયાલિટીના 12 જેટલા વિભાગો SVPમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. AMCની આ નીતિનો કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહી છે.

આ પણ વાંચોઃ ELECTION POLL: આ સ્પેશિયલ 25 બેઠકનું ગણિત જેના પર સૌ કોઈની નજર છે, તો જાણો દિગ્ગજ નેતાઓમાંથી કોનું શું થશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

750 કરોડના ખર્ચે બનેલી SVPમાં દર્દીઓ શોધે પણ મળી નથી રહ્યા. ત્યારે દર્દીઓથી ખીચોખીચ રહેતી જૂની વીએસ હોસ્પિટલ ધીમી પણ મક્કમ ગતીએ બંધ કરવાની હિલચાલ ચાલુ હોય તેમ લાગી રહ્યુ છે. બંને હોસ્પિટલના સારવાર પર નજર કરીએ તો, જ્યાં વીએસમાં એન્જિયોગ્રાફીના 4 હજાર થતા હતા.. તેના માટે SVPમાં 6 હજાર ચૂકવવા પડે છે. તો બાયપાસ સર્જરી માટે વીએસમાં 72હજાર થાય છે. તે SVPમાં 90 હજારના ખર્ચે એટલે કે 18 હજાર વધુ ખર્ચવા પડે છે. તો ગરીબ અને મધ્યમ વર્ગને સામાન્ય સેવાઓ માટે પણ SVP હોસ્પિટલમાં કન્સલ્ટિંગ ફી અને ચાર્જીસ ચૂકવવા પડશે. તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર SVPની સેવાઓને સસ્તી માની રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">