માવઠાને કારણે થયેલ પાક નુકસાનીના સરવે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી આ પ્રતિક્રિયા- Video
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયુ છે. અનેક જિલ્લાઓમા ઉનાળુ પાકને મોટુ નુકસાન થયુ હોવાની ધરતીપુત્રોની રાવ છે. માવઠાએ ખેડૂતોની કાળી મજૂરી પર પાણી ફેરવી દીધુ છે અને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.
રાજ્યમાં આવેલા માવઠાએ ખેડૂતોની દશા બગાડી નાખી છે. રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયુ હોવાની ફરિયાદો અનેક જિલ્લામાંથી સામે આવી છે. હાલ માવઠાને કારણે થયેલ પાક નુકસાનીનો સરવે કરવા માટે ખેતીવાડી વિભાગને સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અહેવાલ બદ સરકાર કામગીરી કરશે. કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ માલ ખરાબ ન થાય તે માટે સાવચેતીના પગલા ભરવા માટે અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 15 દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તાર કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકથી લઈ તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું છે. કેટલાક ખેતરો તો ખેદાન મેદાન થઈ ગયા હતા. અડદ, મગ, કેરી, ડાંગર, ઉનાળું બાજરી સહિતના પાકને મોટું નુકસાન થયું છે.